પેટમાંથી વાયુની તકલીફ દૂર કરવા ખાવ આની ફક્ત 1 ચમચી

૭] પાપડિયો ખારો (સંચોરો) પરિચય :

ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્‍પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્‍ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્‍વચ્‍છ થઇ જાય છે.

ગુણધર્મ : તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે.

ઉપયોગ : (૧) પેટમાંથી વાયુની તકલીફ ઉપર : અતિ અલ્‍પ પ્રમાણમાં પાણીમાં નાખીને પીવાથી પેટના વાયુનો નાશ થાય છે અને દુખાવો મટી જાય છે.

(ર) બાળકોની સસણી ઉપર : બાજરીના કણ જેટલો ખારો ગોળ અને ધાવણમાં આપવો. આથી ઊલટી થશે અને કફ નીકળી જશે. ત્રણ મહિનાના નાના બાળકને આ ઔષધ આપવું નહિં.

ખાસ સૂચન : ખારાનો ઉપયોગ વારંવાર કરવો નહિ તેમજ તેનું પ્રમાણ અતિ અલ્‍પ રાખવું. પેટ અને આંતરડાંની તકલીફમાં ખારાનો ઉપયોગ કરવો નહિ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles