તમારા દરરોજનાં ભોજનમાં અનેક વસ્તુઓ એવી છે, જેનો દરરોજ પ્રયોગ કરવાથી હ્રદય રોગ અને હ્રદયઘાત થી બચી શકાય છે.
આવો, જાણો એવી ઘરગથ્થુ વસ્તુઓ જેના વિષયમાં તેનો સાચી રીતે નિયમિત ઉપયોગ કરવાથી તમારા હ્રદય ને લગતી સમસ્યાઓ થી બચી શકો છો.
લો આ રહ્યાં આપને હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ આપના કિચનમાં જ છે …
* ડુંગળી – તેનો પ્રયોગ સલાડ ના રૂપ માં કરી શકાય છે. તેના પ્રયોગ થી લોહી નો પ્રવાહ ઠીક રહે છે, નબળાં હ્રદય વાળા જેને ગભરામણ રહેતી હોય તે અથવા તો હ્રદય ના ધબકારાં વધી જતાં હોય તેવાં લોકો માટે ડુંગળી બહુ જ ફાયદાકારક છે.
* ટામેટા – તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટશિયમ અઢળક માત્રામાં હોય છે. જેનાથી હ્રદય ની બીમારી ઓછી થઇ જાય છે.
* દુધી – તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે. તાજી દુધીનો રસ નીકાળીને ફુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસ માં બે વાર પીવું જોઇએ.
* લસણ – ભોજન માં તેનો પ્રયોગ કરો. સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.
* ગાજર – વધતાં જતાં ધબકારા ને ઓછા કરવાં માટે ગાજર બહુ લાભદાયક છે. ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો.