10.8 C
New York
Sunday, December 22, 2024

કોકમનુ શરબત પીવાથી થતા ફાયદા વીશે વધુમાં વાંચો અને શેર કરો

પરિચય :કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે.

ગુણધર્મ :કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે.

ઉપયોગ : (૧) શીતપિત્ત ઉપર : કોકમના પાણીમાં જીરું અને સાકર નાખીને પીવું.

(ર) અમ્‍લપિત્ત (એસિડિટી) : કોકમ, એલચી અને સાકર એ ત્રણે વસ્‍તુને વાટી ચટણી બનાવી દિવસમાં બે વખત એક-એક ચમચી ખાવી.

(૩) ઠંડી ઋતુમાં હોઠ ફાટે ત્‍યારે તે પર કોકમનું તેલ ચોપડવું. તે સફેદરંગનું અને થીજેલું હોય છે. હાથ અને પગમાં બળતરા થતી હોય તો પણ કોકમનું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.

(૪) અપચા ઉપર : ખોરાકમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૫) આંતરડાનો સડો, મરડો અને સંગ્રહણીમાં પણ કોકમનો ઉપયોગ વધારવાથી ફાયદો થાય છે. ફેફસાંની તકલીફમાં પણ ભોજનમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૬) પિત્ત, દાહ અને તરસ ઉપર : કોકમને વાટી, પાણી જેવું બનાવીને ગાળી લેવું. ત્‍યારપછી જોઇતા પ્રમાણમાં સાકર નાખવી, કોકમનું આ શરબત દિવસમાં બે વખત સવારે અને સાંજે પીવું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles