ન્યુમોનિયાના લક્ષણો અને બચવાના ઉપાયો ખાસ વાંચો અને શેર કરો

ન્યુમોનિયાના લક્ષણો :૧. ખૂબ ઉધરસ આવે અને ઉધરસ સાથે ગળફો (ચીકાશ) પડે. ૨. ઠંડી સાથે તાવ આવે. ૩. ખૂબ પરસેવો થાય. ૪. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. ૫. છાતીમાં દુખાવો થાય.

બીજા વધારાના લક્ષણો સામાન્ય પણ હોય કે ગંભીર કારણ તેનો આધાર દર્દીની ઉમ્મર, તબિયત અને કયા કારણથી ન્યુમોનિયા થયો છે તેની ઉપર રહેલો છે.

કારણ પ્રમાણે લક્ષણો : ૧. વાઇરલ ન્યુમોનિયા : વાઇરસના ચેપથી થયેલા ન્યુમોનિયામાં શરૃમાં ”ફ્લૂ” જેવા લક્ષણ સાથે શ્વાસ લેતા અવાજ થાય (સસણી) અને ૧૨ થી ૩૬ કલાકમાં ખૂબ તાવ (હાઇ ફિવર) આવે.

૨. બેક્ટેરિયલ ન્યુમોનિયા : બેક્ટેરિયાના ચેપથી થયેલા ન્યુમોનિયામાં દર્દીને શું થાય છે તેની ખબર ના પડે (કન્ફયુઝન, તાવ ૧૦૫ ડિગ્રી (ફે.) થાય સાથે સખત પરસેવો થાય, નખ અને હોઠ નીલા રંગના થઇ જાય.

ઉમ્મર પ્રમાણે લક્ષણો : ૧. નાના બાળકોને ઉલ્ટી થાય, શ્વાસ ચઢી જાય, તેમણે ખોરાક ખાવામાં કે પાણી અને બીજા પ્રવાહી પીવામાં મુશ્કેલી પડે.

૨. મોટી ઉમ્મરના લોકોને તાવ જેવું લાગે પણ તાવ હોય નહીં. છાતીમાં દુખાવો સામાન્ય હોય.

ન્યુમોનિયાના પ્રકાર અને કારણો :કયા સુક્ષ્મ જીવાણુથી ન્યુમોનિયા થયો છે તે ઉપરથી પ્રકાર :

૧. બેક્ટેરિયલ ન્યુમોનિયા : મોટે ભાગે ”સ્ટ્રેપ્ટોકોકસ” ટાઈપના બેક્ટેરિયાથી થાય.

૨. વાઇરલ ન્યુમોનિયા : મોટે ભાગે નાના બાળકોને અને ઉમ્મરલાયક વડીલોને થાય જે બેક્ટેરિયલ ન્યુમોનિયા જેટલો ગંભીર ગણાતો નથી અને થોડા વખતમાં મટી જાય છે. ૩. ફન્ગલ ન્યુમોનિયા : મોટે ભાગે ખેતરમાં કામ કરનારા અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકોને થાય.

ન્યુમોનિયા ચેપી ગણાય ?

બેક્ટેરિયલ અને વાઇરલ ન્યુમોનિયા ચેપી ગણાય કારણ જે દર્દીને થયો હોય તેની ઉધરસ કે છીંકમાંથી હવામાં ઊડેલા જંતુ તમે દર્દીની નજીક હો અને તમારા શ્વાસમાં જાય અને તમારી ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) ઓછી હોય તો તમને તરત ન્યુમોનિયા થાય જ્યારે ફન્ગલ ન્યુમોનિયા મોટેભાગે ખેતરમાં ખુલ્લે પગે કામ કરનારા લોકોમાં થવાની શક્યતા વધારે હોય છે. ન્યુમોનિયા થવાની શક્યતા વધારે કોને માટે ગણાય :

૧. જન્મથી ૨ વર્ષ સુધીના બાળકો અને ૬૫ વર્ષ કે તેથી વધારે ઉમ્મરના વડીલોને થઇ શકે.

૨. બ્રેઇન એટેક (સ્ટ્રોક) હોય તેવા દર્દીઓને જેઓ પથારીમાં હોય અને તેમને ખોરાક કે પાણી ગળેથી ઉતરતું ના હોય તેવા દર્દીને થાય.

૩. સ્ટેરોઇડ અને કેન્સરની દવાઓ (કેમોથેરાપી) લેવાથી જેઓની ”રોગપ્રતિકારક શક્તિ” ઓછી થઇ ગઇ હોય તેવાને થાય.

૪. જેઓ સિગારેટ પીતા હોય, કેફી દ્રવ્યો લેતા હોય અને અતિશય દારૃ પીવાની ટેવ હોય તેઓને થાય.

૫. જેઓને દમ હોય અને સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા દરદ હોય તેઓને થવાની શક્યતા વધારે ગણાય.

ન્યુમોનિયાનું નિદાન કેવી રીતે થાય ?

૧. તમારા ફેમિલી ડોક્ટર દર્દી પાસેથી તેને શું થાય છે તેની વિગત લઇને તેના ફેફસાની તપાસ સ્ટેથોસ્કોપથી કરે.

૨. રેડિઓલોજિસ્ટને ત્યાં દર્દીની છાતીનો એક્ષ રે પડાવવો પડે અને જરૃર લાગે તો છાતીની ખાસ તપાસ સી.ટી. સ્કેન કરાવવી જોઇએ.

૩. પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરવાથી સફેદ કણ (વ્હાઇટ સેલ્સ)ની સંખ્યા વધે એના પરથી એટલી ખબર પડે કે ચેપ લાગ્યો છે અને તેનું પ્રમાણ કેટલું છે. ગળફાની તપાસ કરાવવી પડે જેનાથી કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણું (વાઇરસ કે બેક્ટેરિયા કે ફન્ગસ)નો ચેપ લાગ્યો છે તેની ખબર પડે. જો ફેફસાના એક્ષ રેમાં પાણી ભરાએલું લાગે તો તે કાઢીને તેની પણ તપાસ કરવી જોઇએ જેથી કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણુંથી ચેપ લાગ્યો છે તેની ખબર પડે.

૪. વધારે તપાસની જરૃર પડે તો ફેફસાના ખાસ ડોક્ટર ”પલ્મોનોલોજિસ્ટ”ની પાસે ”બ્રોન્કોસ્કોપી” તપાસ કરીને ફેફસાના ચેપનું ચોક્કસ કારણ શોધવું પડે.

ન્યુમોનિયાની સારવાર કેવી રીતે થાય ?

સામાન્ય રીતે કઇ જાતના સૂક્ષ્મ જીવાણુથી ફેફસાને ચેપ લાગ્યો છે તે ઉપર જણાવેલી બધી જ તપાસથી જાણીને તે પ્રમાણે પલ્મોનોલોજિસ્ટ એન્ટિબાયોટિક, એન્ટિવાઇરલ કે એન્ટિફન્ગલ દવાઓ આપે. આવી સારવાર મોટે ભાગે તમારે ઘેર આપી શકાય.

મોટે ભાગે વધારે ફેફસાના ન્યુમોનિયાના કેસ ”બેક્ટેરિયલ ન્યુમોનિયા”ના હોય છે જે યોગ્ય સારવારથી બે કે ત્રણ દિવસમાં મટી જાય છે. દુખાવા માટે સામાન્ય રીતે ડોક્ટર આઇબીપુફેન કે એસીટોમીનોફેન (પેરાસીટેમોલ) દવા આપે અને ઉધરસ બહુ આવતી હોય તો તેની દવા આપે.

ન્યુમોનિયા ફરી ના થાય માટે આટલું ધ્યાન રાખવું જોઇએ

૧. ડોક્ટરે જણાવેલી દવાઓ નિયમિત ભૂલ્યા વગર લેવી જોઇએ. ૨. જેટલો બને તેટલો વધારે આરામ કરવો જોઇએ. ૩. પાણી અને બીજા પ્રવાહી વધારે લેવા જોઇએ. ૪. કસરત કે વધારે પડતો શ્રમ લેવો ના જોઇએ. ૫. પૂરતી ઊંઘ લેવી જોઇએ.

આમ છતાં દર્દીને ન્યુમોનિયાના લક્ષણો જેવાકે શ્વાસ ચડવો, તાવ આવવો અને ખૂબ ઉધરસ આવવી વગેરે રહેતા હોય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી જોઇએ.
 
ન્યુમોનિયા ના થાય માટે શું કરશો ?

૧. સ્મોકીંગ કરતાં હો તો તાત્કાલિક બંધ કરી દેશો કારણ કે લોકો સ્મોકીંગ કરતાં હોય તેમણે ન્યુમોનિયા થવાના ચાન્સ વધારે છે. આ ઉપરાંત પેસિવ સ્મોકીંગ (સિગારેટ પીનારા લોકોના ધુમાડામાં શ્વાસ લેવાનું)થી પણ દૂર રહેશો. આ ઉપરાંત તમને દારૃનું વ્યસન હોય, કેફીન વાળા પદાર્થો વધારે લેતા હો તે તદ્દન બંધ કરી દો.

૨. બાથરૃમ, ટોઇલેટ જઇને, જમીને અથવા બહારથી આવો ત્યારે સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહીં.

૩. ઉધરસ કે શરદી થઇ હોય તેવા લોકો પાસે જશો નહીં અને જાઓ તો તમારા મોં પર રૃમાલ કે ટીસ્યુ પેપર રાખશો. જ્યારે હોસ્પિટલમાં કોઇની ખબર કાઢવા જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખશો. શક્ય હોય તો મોંને માસ્કથી કવર કરશો.

૪. તમારી આજુબાજુના વાતાવરણમાં હવામાં પ્રદૂષણ વધારે હોય કે ધુમાડો કે વાહનના એકઝોસ્ટમાંથી નીકળતા ઝેરી ગેસ નીકળતા હોય ત્યારે પણ મોંને માસ્કથી કવર કરવાનું ભૂલશો નહીં. ૫. તમારા ડોક્ટરની સલાહ લઇને તમે અને તમારા કુટુંબીજનો ન્યુમોનિયાના વેકસીનના ઈન્જેકશન લો.

ખાસ અગત્યની વાત હવે ધ્યાન રાખીને અમલમાં મૂકો. તમારી આજુબાજુનું વાતાવરણ થોડું હોય કે વધારે પણ પ્રદૂષણવાળું હોવાનું અને એજ વાતાવરણમાં તમારે આખી જિંદગી જીવવાનું છે અને એજ વાતાવરણમાં તમે નાના હો કે મોટા તમારે એક મિનિટમાં સરેરાશ ૧૨ થી ૨૦ વખત શ્વાસ લેવાનો છે

એટલે ૨૪ કલાકમાં તમે જાગતા હો કે સૂઇ ગયા હો અંદાજે ૧૭,૦૦૦થી ૩૦,૦૦૦ વખત તમે શ્વાસ લો છો એટલે તમારી ઇચ્છા હોય કે ન હોય પણ દરેક શ્વાસમાં તમારી આજુબાજુના વાતાવરણમાં રહેલા આગળ જણાવેલા બધા જ પ્રકારના સૂક્ષ્મ જીવાણું (વાઇરસ, બેક્ટેરિયા અને ફન્ગસ), ધૂળની રજ,

ધુમાડા સાથે તમારા શ્વાસમાં જવાના જ એનાથી તમારે તમારો બચાવ કરવો હોય તો તમારે પ્રદૂષણ વગરના એક ટેન્ટ (તંબુ)માં રાત દિવસ રહેવું પડે અને/અથવા ચોવીસ કલાક મોં પર ”મેડિકલ માસ્ક” પહેરી રાખવો પડે. આ વાત સૌને માટે શક્ય નથી. તમારી પાસે તમારું રક્ષણ કરવાનો એક બીજો અદભૂત રસ્તો છે અને તે તમારી રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવાનો છે.
રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા માટે શું કરશો ?

૧. તમને ગમતી કસરત નિયમિત કરો.

રોગપ્રતિકારક શક્તિ સારી રાખવા માટે તમારે એ. નિયમિત તમારી પસંદગીની કસરત ૪૦ મિનિટ માટે કરવી જોઇએ જેમાં એરોબિક (હૃદય અને ફેફસાની શક્તિ વધે તેવી), ફ્લેક્સિબિલિટી (સાંધાની શક્તિ વધે તેવી) અને મસ્ક્યુલર (સ્નાયુની શક્તિ વધે તેવી) કસરત હોય. આ માટે તમે જિમમાં જઇને ટ્રેડમિલ પર ચાલવાની કસરત, થોડી સ્ટ્રેચિંગ કસરત અને થોડી સ્નાયુની કસરત (વજન ઊચકવાની અને મશીનથી કરવાની) કરો અથવા તમારી નજીકના ગાર્ડનમાં ”લાફિંગ ક્લબ”માં કરાવવામાં આવતી કસરત કરો.

૨. હિમોગ્લોબિનનું પ્રમાણ ૧૦૦ ટકા રાખો.

તમારા લોહીમાં ”હિમોગ્લોબિન”નું પ્રમાણ ૧૦૦ ટકા હોય તો તમારી ઇમ્યુનિટી પણ ૧૦૦ ટકા ગણાય. (પુરુષોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ૧૪ થી ૧૬ ગ્રામ/૧૦૦ એમ.એલ અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧૫ ગ્રામ/૧૦૦ એમ.એલ એટલે ૧૦૦ ટકા ગણાય), હિમોગ્લોબિનનો અર્થ હિમ એટલે આયર્ન અને ગ્લોબિન એટલે પ્રોટીન.

તમારે તમારા ખોરાકમાં ૧૫ થી ૨૦ મિલિગ્રામ જેટલું આયર્ન લેવું પડે તે માટે તમારા ખોરાકમાં નિયમિત રીતે જેમાં આયર્ન આવે તેવા કુદરતી પદાર્થો (ખજૂર, અંજીર, બીટ, પાલખની ભાજી, દાડમ, તલ, બદામ, પિસ્તા, રીંગણાં) વારાફરથી લેવા જોઇએ. આ ઉપરાંત તમારા ખોરાકમાં ૪૫ થી ૫૦ ગ્રામ પ્રોટીન પણ લેવું પડે. આ માટે જેમાં પ્રોટીન આવે તેવા પદાર્થો (અનાજ, કઠોળ, દૂધ, તલ અને સૂકો મેવો) લેવા જોઇએ.

એક અથવા બન્ને ફેફસાને ચેપ લાગે તેને ન્યુમોનિયા કહેવાય. હવામાં ફરતા સૂક્ષ્મ જીવાણુ (બેક્ટેરિયા, વાઇરસ કે ફંગસ) શ્વાસ મારફતે ફેફસામાં જાય ત્યારે તેનો ચેપ (જે મોટે ભાગે બેક્ટેરિયાનો હોય) લાગે ત્યારે ન્યુમોનિયા થાય. આ રોગને કારણે ફેફસાના એલવેલાઇ (હવાના ફુગ્ગા)માં પ્રવાહી, ચિકાશ અથવા પરુ ભરાય એટલે દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે.

ન્યુમોનિયાના લક્ષણો :

૧. ખૂબ ઉધરસ આવે અને ઉધરસ સાથે ગળફો (ચીકાશ) પડે. ૨. ઠંડી સાથે તાવ આવે. ૩. ખૂબ પરસેવો થાય. ૪. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. ૫. છાતીમાં દુખાવો થાય.

બીજા વધારાના લક્ષણો સામાન્ય પણ હોય કે ગંભીર કારણ તેનો આધાર દર્દીની ઉમ્મર, તબિયત અને કયા કારણથી ન્યુમોનિયા થયો છે તેની ઉપર રહેલો છે.

કારણ પ્રમાણે લક્ષણો :

૧. વાઇરલ ન્યુમોનિયા : વાઇરસના ચેપથી થયેલા ન્યુમોનિયામાં શરૃમાં ”ફ્લૂ” જેવા લક્ષણ સાથે શ્વાસ લેતા અવાજ થાય (સસણી) અને ૧૨ થી ૩૬ કલાકમાં ખૂબ તાવ (હાઇ ફિવર) આવે.

૨. બેક્ટેરિયલ ન્યુમોનિયા : બેક્ટેરિયાના ચેપથી થયેલા ન્યુમોનિયામાં દર્દીને શું થાય છે તેની ખબર ના પડે (કન્ફયુઝન, તાવ ૧૦૫ ડિગ્રી (ફે.) થાય સાથે સખત પરસેવો થાય, નખ અને હોઠ નીલા રંગના થઇ જાય.

ઉમ્મર પ્રમાણે લક્ષણો :

૧. નાના બાળકોને ઉલ્ટી થાય, શ્વાસ ચઢી જાય, તેમણે ખોરાક ખાવામાં કે પાણી અને બીજા પ્રવાહી પીવામાં મુશ્કેલી પડે.

૨. મોટી ઉમ્મરના લોકોને તાવ જેવું લાગે પણ તાવ હોય નહીં. છાતીમાં દુખાવો સામાન્ય હોય.

ન્યુમોનિયાના પ્રકાર અને કારણો :

કયા સુક્ષ્મ જીવાણુથી ન્યુમોનિયા થયો છે તે ઉપરથી પ્રકાર :

૧. બેક્ટેરિયલ ન્યુમોનિયા : મોટે ભાગે ”સ્ટ્રેપ્ટોકોકસ” ટાઈપના બેક્ટેરિયાથી થાય.

૨. વાઇરલ ન્યુમોનિયા : મોટે ભાગે નાના બાળકોને અને ઉમ્મરલાયક વડીલોને થાય જે બેક્ટેરિયલ ન્યુમોનિયા જેટલો ગંભીર ગણાતો નથી અને થોડા વખતમાં મટી જાય છે.

૩. ફન્ગલ ન્યુમોનિયા : મોટે ભાગે ખેતરમાં કામ કરનારા અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકોને થાય.

ન્યુમોનિયા ચેપી ગણાય ?

બેક્ટેરિયલ અને વાઇરલ ન્યુમોનિયા ચેપી ગણાય કારણ જે દર્દીને થયો હોય તેની ઉધરસ કે છીંકમાંથી હવામાં ઊડેલા જંતુ તમે દર્દીની નજીક હો અને તમારા શ્વાસમાં જાય અને તમારી ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) ઓછી હોય તો તમને તરત ન્યુમોનિયા થાય જ્યારે ફન્ગલ ન્યુમોનિયા મોટેભાગે ખેતરમાં ખુલ્લે પગે કામ કરનારા લોકોમાં થવાની શક્યતા વધારે હોય છે. ન્યુમોનિયા થવાની શક્યતા વધારે કોને માટે ગણાય :

૧. જન્મથી ૨ વર્ષ સુધીના બાળકો અને ૬૫ વર્ષ કે તેથી વધારે ઉમ્મરના વડીલોને થઇ શકે.

૨. બ્રેઇન એટેક (સ્ટ્રોક) હોય તેવા દર્દીઓને જેઓ પથારીમાં હોય અને તેમને ખોરાક કે પાણી ગળેથી ઉતરતું ના હોય તેવા દર્દીને થાય.

૩. સ્ટેરોઇડ અને કેન્સરની દવાઓ (કેમોથેરાપી) લેવાથી જેઓની ”રોગપ્રતિકારક શક્તિ” ઓછી થઇ ગઇ હોય તેવાને થાય.

૪. જેઓ સિગારેટ પીતા હોય, કેફી દ્રવ્યો લેતા હોય અને અતિશય દારૃ પીવાની ટેવ હોય તેઓને થાય.

૫. જેઓને દમ હોય અને સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા દરદ હોય તેઓને થવાની શક્યતા વધારે ગણાય.

ન્યુમોનિયાનું નિદાન કેવી રીતે થાય ?

૧. તમારા ફેમિલી ડોક્ટર દર્દી પાસેથી તેને શું થાય છે તેની વિગત લઇને તેના ફેફસાની તપાસ સ્ટેથોસ્કોપથી કરે.

૨. રેડિઓલોજિસ્ટને ત્યાં દર્દીની છાતીનો એક્ષ રે પડાવવો પડે અને જરૃર લાગે તો છાતીની ખાસ તપાસ સી.ટી. સ્કેન કરાવવી જોઇએ.

૩. પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરવાથી સફેદ કણ (વ્હાઇટ સેલ્સ)ની સંખ્યા વધે એના પરથી એટલી ખબર પડે કે ચેપ લાગ્યો છે અને તેનું પ્રમાણ કેટલું છે. ગળફાની તપાસ કરાવવી પડે જેનાથી કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણું (વાઇરસ કે બેક્ટેરિયા કે ફન્ગસ)નો ચેપ લાગ્યો છે તેની ખબર પડે. જો ફેફસાના એક્ષ રેમાં પાણી ભરાએલું લાગે તો તે કાઢીને તેની પણ તપાસ કરવી જોઇએ જેથી કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણુંથી ચેપ લાગ્યો છે તેની ખબર પડે.

૪. વધારે તપાસની જરૃર પડે તો ફેફસાના ખાસ ડોક્ટર ”પલ્મોનોલોજિસ્ટ”ની પાસે ”બ્રોન્કોસ્કોપી” તપાસ કરીને ફેફસાના ચેપનું ચોક્કસ કારણ શોધવું પડે.

ન્યુમોનિયાની સારવાર કેવી રીતે થાય ?

સામાન્ય રીતે કઇ જાતના સૂક્ષ્મ જીવાણુથી ફેફસાને ચેપ લાગ્યો છે તે ઉપર જણાવેલી બધી જ તપાસથી જાણીને તે પ્રમાણે પલ્મોનોલોજિસ્ટ એન્ટિબાયોટિક, એન્ટિવાઇરલ કે એન્ટિફન્ગલ દવાઓ આપે. આવી સારવાર મોટે ભાગે તમારે ઘેર આપી શકાય.

મોટે ભાગે વધારે ફેફસાના ન્યુમોનિયાના કેસ ”બેક્ટેરિયલ ન્યુમોનિયા”ના હોય છે જે યોગ્ય સારવારથી બે કે ત્રણ દિવસમાં મટી જાય છે. દુખાવા માટે સામાન્ય રીતે ડોક્ટર આઇબીપુફેન કે એસીટોમીનોફેન (પેરાસીટેમોલ) દવા આપે અને ઉધરસ બહુ આવતી હોય તો તેની દવા આપે.

ન્યુમોનિયા ફરી ના થાય માટે આટલું ધ્યાન રાખવું જોઇએ

૧. ડોક્ટરે જણાવેલી દવાઓ નિયમિત ભૂલ્યા વગર લેવી જોઇએ. ૨. જેટલો બને તેટલો વધારે આરામ કરવો જોઇએ. ૩. પાણી અને બીજા પ્રવાહી વધારે લેવા જોઇએ. ૪. કસરત કે વધારે પડતો શ્રમ લેવો ના જોઇએ. ૫. પૂરતી ઊંઘ લેવી જોઇએ.

આમ છતાં દર્દીને ન્યુમોનિયાના લક્ષણો જેવાકે શ્વાસ ચડવો, તાવ આવવો અને ખૂબ ઉધરસ આવવી વગેરે રહેતા હોય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી જોઇએ.
 
ન્યુમોનિયા ના થાય માટે શું કરશો ?

૧. સ્મોકીંગ કરતાં હો તો તાત્કાલિક બંધ કરી દેશો કારણ કે લોકો સ્મોકીંગ કરતાં હોય તેમણે ન્યુમોનિયા થવાના ચાન્સ વધારે છે. આ ઉપરાંત પેસિવ સ્મોકીંગ (સિગારેટ પીનારા લોકોના ધુમાડામાં શ્વાસ લેવાનું)થી પણ દૂર રહેશો. આ ઉપરાંત તમને દારૃનું વ્યસન હોય, કેફીન વાળા પદાર્થો વધારે લેતા હો તે તદ્દન બંધ કરી દો.

૨. બાથરૃમ, ટોઇલેટ જઇને, જમીને અથવા બહારથી આવો ત્યારે સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહીં.

૩. ઉધરસ કે શરદી થઇ હોય તેવા લોકો પાસે જશો નહીં અને જાઓ તો તમારા મોં પર રૃમાલ કે ટીસ્યુ પેપર રાખશો. જ્યારે હોસ્પિટલમાં કોઇની ખબર કાઢવા જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખશો. શક્ય હોય તો મોંને માસ્કથી કવર કરશો.

૪. તમારી આજુબાજુના વાતાવરણમાં હવામાં પ્રદૂષણ વધારે હોય કે ધુમાડો કે વાહનના એકઝોસ્ટમાંથી નીકળતા ઝેરી ગેસ નીકળતા હોય ત્યારે પણ મોંને માસ્કથી કવર કરવાનું ભૂલશો નહીં. ૫. તમારા ડોક્ટરની સલાહ લઇને તમે અને તમારા કુટુંબીજનો ન્યુમોનિયાના વેકસીનના ઈન્જેકશન લો.

ખાસ અગત્યની વાત હવે ધ્યાન રાખીને અમલમાં મૂકો. તમારી આજુબાજુનું વાતાવરણ થોડું હોય કે વધારે પણ પ્રદૂષણવાળું હોવાનું અને એજ વાતાવરણમાં તમારે આખી જિંદગી જીવવાનું છે અને એજ વાતાવરણમાં તમે નાના હો કે મોટા તમારે એક મિનિટમાં સરેરાશ ૧૨ થી ૨૦ વખત શ્વાસ લેવાનો છે

એટલે ૨૪ કલાકમાં તમે જાગતા હો કે સૂઇ ગયા હો અંદાજે ૧૭,૦૦૦થી ૩૦,૦૦૦ વખત તમે શ્વાસ લો છો એટલે તમારી ઇચ્છા હોય કે ન હોય પણ દરેક શ્વાસમાં તમારી આજુબાજુના વાતાવરણમાં રહેલા આગળ જણાવેલા બધા જ પ્રકારના સૂક્ષ્મ જીવાણું (વાઇરસ, બેક્ટેરિયા અને ફન્ગસ), ધૂળની રજ,

ધુમાડા સાથે તમારા શ્વાસમાં જવાના જ એનાથી તમારે તમારો બચાવ કરવો હોય તો તમારે પ્રદૂષણ વગરના એક ટેન્ટ (તંબુ)માં રાત દિવસ રહેવું પડે અને/અથવા ચોવીસ કલાક મોં પર ”મેડિકલ માસ્ક” પહેરી રાખવો પડે. આ વાત સૌને માટે શક્ય નથી. તમારી પાસે તમારું રક્ષણ કરવાનો એક બીજો અદભૂત રસ્તો છે અને તે તમારી રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવાનો છે.
રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા માટે શું કરશો ?

૧. તમને ગમતી કસરત નિયમિત કરો.

રોગપ્રતિકારક શક્તિ સારી રાખવા માટે તમારે એ. નિયમિત તમારી પસંદગીની કસરત ૪૦ મિનિટ માટે કરવી જોઇએ જેમાં એરોબિક (હૃદય અને ફેફસાની શક્તિ વધે તેવી), ફ્લેક્સિબિલિટી (સાંધાની શક્તિ વધે તેવી) અને મસ્ક્યુલર (સ્નાયુની શક્તિ વધે તેવી) કસરત હોય. આ માટે તમે જિમમાં જઇને ટ્રેડમિલ પર ચાલવાની કસરત, થોડી સ્ટ્રેચિંગ કસરત અને થોડી સ્નાયુની કસરત (વજન ઊચકવાની અને મશીનથી કરવાની) કરો અથવા તમારી નજીકના ગાર્ડનમાં ”લાફિંગ ક્લબ”માં કરાવવામાં આવતી કસરત કરો.

૨. હિમોગ્લોબિનનું પ્રમાણ ૧૦૦ ટકા રાખો.

તમારા લોહીમાં ”હિમોગ્લોબિન”નું પ્રમાણ ૧૦૦ ટકા હોય તો તમારી ઇમ્યુનિટી પણ ૧૦૦ ટકા ગણાય. (પુરુષોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ૧૪ થી ૧૬ ગ્રામ/૧૦૦ એમ.એલ અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧૫ ગ્રામ/૧૦૦ એમ.એલ એટલે ૧૦૦ ટકા ગણાય), હિમોગ્લોબિનનો અર્થ હિમ એટલે આયર્ન અને ગ્લોબિન એટલે પ્રોટીન.

તમારે તમારા ખોરાકમાં ૧૫ થી ૨૦ મિલિગ્રામ જેટલું આયર્ન લેવું પડે તે માટે તમારા ખોરાકમાં નિયમિત રીતે જેમાં આયર્ન આવે તેવા કુદરતી પદાર્થો (ખજૂર, અંજીર, બીટ, પાલખની ભાજી, દાડમ, તલ, બદામ, પિસ્તા, રીંગણાં) વારાફરથી લેવા જોઇએ. આ ઉપરાંત તમારા ખોરાકમાં ૪૫ થી ૫૦ ગ્રામ પ્રોટીન પણ લેવું પડે. આ માટે જેમાં પ્રોટીન આવે તેવા પદાર્થો (અનાજ, કઠોળ, દૂધ, તલ અને સૂકો મેવો) લેવા જોઇએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles