જો તમને થાઈરોઈડના લક્ષણ દેખાય રહ્યા છે તો પહેલા ટેસ્ટ કરાવો. ટી3, ટી4, ટીસીએચ ટેસ્ટ કરાવવાથી શરીરમાં થાઈરોઈડ લેવલ ચેક કરવામાં આવે છે.
થાઇરોઈડમાં શુ ખાશો – થાઇરોઈડથી પ્રભાવિત રોગીને પોતાના ડાયેટમાં વિટામિન એ વધુ પ્રમાણમાં લેવુ જોઈએ. લીલા શાકભાજી અને ગાજરમાં વિટામિન એ વધુ હોય છે જે થાઇરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. – થાઇરોઈડથી પ્રભાવિત વ્યક્તિને રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ જોઈએ. આ શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત એક બે ગ્લાસ ફળનુ જ્યુસ પણ પીવો. અઠવાડિયામાં એકવાર તમે નારિયળ પાણી પીવો તો સારુ રહેશે. – આયોડીન થાઇરોઈડ કંટ્રોલ કરવામાં ખૂબ અસરદાર છે પણ જેટલુ બની શકે નેચરલ આયોડીનનુ સેવન કરો. જેવા કે ટામેટા, લસણ અને ડુંગળી.
1. હળદર દૂધ – થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર સેકીને તેનુ સેવન કરો. 2. દૂધીનુ જ્યુસ – રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે. જ્યુસ પીવાના અડધા કલાક સુધી કશુ ખાશો પીશો નહી.
3. તુલસી અને એલોવેરા – બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ પણ આ બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે. 4. લાલ ડુંગળી – ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો અને રાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરો. ત્યારબાદ ગરદન પરથી ડુંગળીને ધુવો નહી 5. લીલા ધાણા – થાઈરોઈડના ઘરેલુ ટ્રીટમેંટ કરવા માટે લીલા ધાણા વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચટણી નાખીને પીવો. આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તાજી ચટણીનું જ સેવન કરો. એવા ધાણા લો જેની સુગંધ સારી હોય. આ દેશી નુસ્ખાને નિયમિત રૂપે અને યોગ્ય રીતે કરવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે. 6 કાળા મરી – કાળા મરી થાઈરોઈડનાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. કોઈપણ રીતે તમે કાળા મરીનું સેવન કરશો તો ફાયદો કરશે. 7. બદામ અને અખરોટ – બદામ અને અખરોટમાં સેલીનીયમ તત્વ રહેલુ હોય છે જે થાઈરોઈડની સારવારમાં ફાયદો કરે છે. આના સેવનથી ગળાના સોજામાં પણ આરામ મળે છે. હાઈપોથાયરાઈડમાં આ ઉપાય વધુ લાભકારી છે.
8. અશ્વગંધા – રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો. 9. એક્સરસાઈઝ – રોજ અડધો ક અલાક એક્સરસાઈઝ કરો. તેનાથી થાઈરોઈડ અધતો નથી અને કંટ્રોલમાં રહે છે. 10. બાબા રામદેવ મેડિસિન – થાયરોઈડથી છુટકારો મેળવવા માટે જો તમે બાબા રામદેવ દ્વારા બતાવેલ દવા લેવા માંગો છો તો દિવ્યા કાંચનાર ગુગ્ગુલુ લો. આ દવા તમને કોઈપણ પતંજલિ સ્ટોરમાં મળી જશે.