40-50 વર્ષની ઉંમર પછી જે વાળ આવવાનું શરૂ થયું તે 20-25 વર્ષની વયે થયું છે, જેના કારણે વાળને યોગ્ય પ્રકારનું પોષણ મળતા નથી, …
એક ચમચી મીઠું, કાળી મરી એક-એક ચમચી લેવા અને તેમાં પાંચ ચમચી જેટલું નાળિયેરનું તેલ ઉમેરી ટાલ પર લગાડવાથી નવા વાળ ઝડપથી આવે છે.
– વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.
– સફેદ ખારો 20 ગ્રામ લઈ તેને લીંબુના રસમાં વાટી લેવો. આ મિશ્રણને ટાલના ભાગે લગાવી બે કલાક પછી માથુ ધોઈ નારિયળનું તેલ લગાવી લેવું. આ સસ્તો અને સરળ નુસખો ક્યારેય ફેલ નથી થતો.
– કરેણના ઝાડની કુમળી પાંદડીઓને વાટી તેનો રસ કાઢી લેવો. આ રસમાં થોડું દૂધ ઉમેરી ટાલ પર લગાવવાથી નવા વાળ ઉગવા લાગે છે.
-દાડમનાં પાનને પાણી ઉમેરી અને વાટી લેવા. આ લેપને ટાલના ભાગમાં લગાવી દેવી. રાત્રે હેરકેપ પહેરીને સુઈ જવું. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ટાલિયાપણું દુર થઈ જશે.
– જટામાસીના મૂળને નારિયેળના તેલમાં ઉકાળી ઠંડુ કરી લેવું. આ તેલથી રોજ સૂતાં પહેલાં માથામાં માલિસ કરવી
-અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેની પેસ્ટ કરી અને માથામાં લગાવી લો. આ પેસ્ટનો ઉપયોગ પણ રાત્રે કરવો.