ચણા મસાલો સામગ્રી ઘડમના દાણા – અડધો ચમચો મરી – 1ચમચો આખા ધાણા – 1 ચમચો , જીરું – અડધી ચમચી એલચા – 6 – 7 નંગ , તજ – 2ટુકડા , સિંધાલૂણ સ્વાદમુજબ , લવિંગ – 7 – 8 નંગ
આખાં લાલ મરચાં – 4 – 5 નંગ રીતઃ લોઢીને ગરમ કરી તેના પર દાડમના દાણા , આખા ધાણા , જીરું , મરી , એલચાના દાણા , તજ અને લાલ મરચાં બધાંને અલગ અલગ શેકી લો . ઠંડા થાય એટલે આ બધા મસાલાને થોડા થોડા કરી ક્રશ કરી લો . સારી રીતે ક્રશ થઈ જાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો . જ્યારે છોલે બનાવો ત્યારે આ મસાલો તેમાં નાખવાથી છોલેનો સ્વાદ અનેરો આવશે .