ઘટેલા વજનને મેન્ટેઇન કરવાના તરીકા અચુક વાચજો અને શેર કરજો

શરીરે ચરબીના થર જામ્યા પછી ઊતારવા એક મુશ્કેલી છે , અને તેના કરતાં પણ મોટી સમસ્યા ઊતારેલા વજનને મેન્ટેઇન કરવાની છે . વજન ઊતાર્યા પછી તેને મેન્ટેઇન કરવા માટે કાળજી જરૂરી છે . સૌથી પહેલા તો વજન તેજીથી ઘટાડવાના પ્રયાસ કરવા નહીં મહિનામાં બે ત્રણ કિલો જેટલું જ વજન ઊતારવું જોઇએ .

એક વાત મહત્વની છે કે , ઝડપથી ઘટાડેલું વજન એટલી જ ઝડપે પાછું વધી જતું હોય છે . એનું કારણ એ છે કે વજન જલદી ઘટાડવા માટે લોકો ક્રેશ ડાયટ પર ઊતરીજતા હોય છે . જેથી ભોડીનું મેટાબોલિઝમ ઓછું થાય છે . ફરી જ્યારે નોર્મલ ડાયટ પર પાછા ફરે ત્યારે મેટાબોલિઝમ ઓછુ હોવાને કારણે વજન તેજીથી વધવા લાગે છે .

મોટા ભાગે લોકો ડાયટિંગ અને ભારી વ્યાયામ કરીને વજન ઘટાડતા હોય છે . પરંતુ લાઈફસ્ટાઇલમાં બદલાવ કરતા હોતી નથી . લાઇફસ્ટાઇલમાં બદલાવનો મતલબ છે કે , ભૂખ્યા રહેવાની બદલે હેલ્દી ખાવાનું ખાવાની આદત પાડવી ,

એક્સરસાઇઝને જીવનનો હિસ્સો બનાવવો અને એકટિવ લાઇફસ્ટાઇલ અપનાવવી જોઇએ . આ માટે નાના – મોટા કાર્યો જાતે કરવાની આદત પાડવી અનએ ચાલવા – ફરવાના બહાના શોધવા . મોટા ભાગે ડાયટિંગ વખતે લોકો ભૂખ્યા રહેતા હોય છે . પરંતુ પાર્ટી દરમિયાન ભરપેટ ખાઈ લેતા હોય છે . આવામાં જેટલી મહેનતથી વજન ઊતાર્યું હોય તેટલી જ ઝડપથી વજન વધી જતું હોય છે . એકવખત વજન ઘટી ગયા પછી લોકો વ્યાયામ કરવાનું નહીંવત કરી દે છે ,

અથવા તો સાવ બંધ કરી દે છે . આમ કરવાથી ઘટેલું વજન ફરી વધવા લાગે છે . ઘટાડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો – વજન ઘટાડવાના પ્રયાસની શરૂઆતમાં જ ઝડપથી વજન ઘટવા લાગે છે . ચરબીની સાથેસાથે સ્નાયુઓ પણ ઢીલા થઇ જાય છે . જેથી વજન જલદી ઓછું થઇજાય છે . તેથી વજન ઘટાડતા પહેલા જાણી લેવું જોઇએ કે શરીરમાં ફેટ કેટલી છે અને મસલ્સ વેઇટ કેટલું છે . આ તપાસ કોઇ સારા જિમનેશિયમ અથવા તો ફિટનેસ ક્લિનિકમાં કરાવી શકાય છે . જો ફેટ વધારે હોય તો કાર્ડિયો , સ્ટ્રેચ તથા લાઇટ વેટયુક્ત કસરત કરવી . વ્યાયામ કરતી વખતે સારા પરિણામ માટે એક્સપર્ટ કન્સલટન્ટ અથવા ટ્રેઇનરની સલાહ લેવી જરૂરી છે .

ડાયટ રોજિંદા આગારમાંથી કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરવું અને પ્રોટીનનું વધારવું . રોજિંદા ડાયટમાં ૩૦ – ૪૦ ટકા કાર્બોહાઈડ્રેટ ૨૦ ટકા ફેટ અને ૪૦ – ૫૦ ટકા પ્રોટીન હોવું જરૂરી છે . ડાયટિંગ બંધ કર્યા પછી તરત જ છોડેલો આશ્ચર ખાવાનો શરૂ ન કરી દેવો . પરંતુ પેટ ભરીને સમજદારીથી ખાવું . રોજિંદા આહારમાં ફાઇબર , અનાજ તેમજ વિવિધ દાળનો સમાવેશ કરવો ઉપરાંત રસીલા ફળ જેવા કે સંતરા , તરબૂચ વગેરે ફળો મેટાબોલિઝમ વધારતા હોય છે , તેથી તેનું સેવન કરવું , ડાયટિંગ બંધ પછી એક વાત યાદ રાખવી કે , દિવસમાં ત્રણ સમય લેવાતા હાર પચવામાં તકલીફદેય ન હોય . રાતનું ભાણું . ખાસ કરીને હળવું રાખવું . ભોજનના પહેલા સલાડ ખાઇ લેવું ડિનર રાતના આઠ વાગ્યે કરી લેવું .

તેમજ તેમાં મીઠાઇ સામેલ ન હોવી જોઇએ , ડિનર બાદ થોડો વોક લેવો જરૂરી છે . દિવસ દરમિયાન છ વખત થોડું થોડું ખાવું જોઇએ . એક વખતમાં વધુ ભોજનની માત્રાથી પેટની કેપેસિટી વધી જશે અને ભૂખ વધુ લાગશે . ખાદ્યપદાર્થમાં હાઇ કેલરી સમાયેલી હોય તેનું સેવન નહીંવત કરવું તેના બદલે જ્યુસી ફુટસ આરોગવા સલાહ ભરેલું છે . બહારનું ખાવાનું નહીંવત કરી નાખવું . પ્રયાસ કરવા કે મહિનામાં બે – ત્રણ વખત જ બહાર ખાવું . બહારનો ખાવાનામાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે .

પિન્ઝા અને ગુલાબ જાંબુ જેવી હાઇ કેલરીવાળું ખવાઈ ગયું હોય તો પછીના બે દિવસ ફળો અને શાકભાજીનું સેવન વધારે કરવું . કુકિંગની રીત બદલવી . તળેલી વાનગીઓના બદલે બેક કરેલી વધારે ખાવી . તળેલા કરતા બાફેલા ફરસાણ બિનધાસ્ત ખાવા . ટેલિવિઝન જોતા જોતાઅથવા તો વાતો કરતા કરતા ખાવાથી વધુ ખવાઈ જતું હોય છે . તેથી ખાતી વખતે આ બે ચીજ કરવી નહીં . – મીનાક્ષી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles