સફેદ બ્રેડ થવા પાછળનું છે આ સત્ય, શુ ખરેખર સફેદ બ્રેડ ખાવી જોઇએ? કોમેન્ટ કરજો


સફેદ બ્રેડ પાછળનું સત્ય ખરું કે દુનીયામાં ઘણાં લોકો સફેદ બ્રેડ વાપરે છે, અને તેમને એ ગમે છે. પણ આજે અમે જે માહીતી બહાર પાડી રહ્યા છીએ એ જાણીને તમને આશ્ચર્ય થશે અને ધક્કો પહોંચશે. સફેદ બ્રેડ સ્વાસ્થ્ય માટે માત્ર સારી નથી એટલું જ નહીં ખરેખર એ જોખમકારક-નુકસાનકારક છે.

સ્વીસ સરકાર તો વર્ષોથી સફેદ બ્રેડ ખાવાથી થતા નુકસાન બાબત માહીતગાર છે, અને પોતાના પ્રજાજનો એ બ્રેડ ખાવાનું બંધ કરે એ માટે સફેદ બ્રેડની ખરીદી પર ટેક્ષ લગાડ્યો છે. ટેક્ષના આ પૈસા બેકરીવાળાઓને આખા અનાજની બ્રેડને સસ્તી વેચી શકે એ માટે આપવામાં આવે છે. કેનેડાની સરકારે સફેદ બ્રેડમાં બનાવટી વીટામીન ઉમેરવા પર પ્રતીબંધ લાદ્યો છે. બ્રેડમાં અનાજમાં રહેલાં કુદરતી વીટામીન જ હોવાં જોઈએ, નહીં કે બનાવટી.

ખરેખર તો સફેદ બ્રેડ એટલે નકામી, નીર્જીવ બ્રેડ. લોકોને આ બાબતમાં તથા કહેવાતા સત્વોથી સમૃધ્ધ કરેલ આટા વીષે સત્ય હકીકત જણાવવામાં આવતી નથી.

સફેદ બ્રેડ આટલી બધી સફેદ કેમ હોય છે? ઘઉં દળવાથી મળતો આટો તો એટલો સફેદ નથી હોતો. કેમ કે સફેદ બ્રેડ બનાવવા વપરાતા આટાને બ્લીચ કરીને સફેદ બનાવવામાં આવે છે. જેમ આપણે કપડાં બ્લીચ કરીએ તેમ જ. જ્યારે તમે સફેદ બ્રેડ ખાઓ છો ત્યારે તમે બ્લીચ માટે વપરાયેલાં રસાયણો જે એ બ્રેડમાં રહી જાય છે તે પણ આરોગો છો. લોટ બનાવતી મીલ બ્લીચ માટે જુદાં જુદાં રસાયણો વાપરે છે, જે બધાં જ હાનીકારક હોય છે.

એ પૈકી કેટલાંક આ રહ્યાં: નાઈટ્રોજન ઑક્સાઈડ, ક્લોરીન, ક્લોરાઈડ, નાઈટ્રોસીલ અને બેન્ઝોઈલ પેરોક્સાઈડ જેને કેટલાક બીજા રસાયણીક ક્ષારો સાથે મીક્સ કરવામાં આવે છે. ક્લોરાઈડ ઑક્સાઈડ નામનું બ્લીચીંગ જ્યારે લોટમાં જે થોડુંઘણું પ્રોટીન બાકી રહ્યું હોય તેની સાથે રાસાયણીક પ્રક્રીયા વડે જોડાય છે ત્યારે ઓલોક્સન પેદા થાય છે. ઓલોક્સન એવું ઝેર છે જે પ્રયોગશાળાઓમાં પ્રાણીઓમાં ડાયાબીટીસ પેદા કરવા વાપરવામાં આવે છે. ક્લોરીન ઑક્સાઈડ ઘઉંમાં રહેલું મહત્વનું તૈલી તત્ત્વ નષ્ટ કરી દે છે. વળી એનાથી આટો બહુ ટકતો નથી, જલદી ખરાબ થઈ જાય છે.

લાભકારક પોષક તત્ત્વો: સફેદ બ્રેડમાં હોતાં નથી. લોટને સફેદ કરતી વખતે મીલમાં અસંપૃક્ત ફેટી એસીડ જેની પોષણ ક્ષમતા ઘણી સારી હોય છે તે અડધો તો મીલમાં જ નાશ પામે છે. ઉપરાંત ઘઉંના અંકુર અને થુલું દુર થતાં વીટામીન ઈ પણ સદંતર જતું રહે છે. પરીણામે જે સફેદ બ્રેડ તમે ખરીદો છો એમાંના લોટમાં માત્ર નબળા પ્રકારનું પ્રોટીન અને વજન વધારનાર સ્ટાર્ચ બચે છે. પણ આ પણ પોષક તત્ત્વો ગુમાવીએ એની પુરી દાસ્તાન નથી.

સફેદ બ્રેડ બનાવતી વખતે જે જબરજસ્ત પોષક તત્ત્વો નાશ પામે છે એના આ રહ્યા આંકડાઓ:

  • લગભગ ૫૦% જેટલું કેલ્શ્યમ નાશ પામે છે.
  • ૭૦% ફોસ્ફરસ
  • ૮૦% લોહ (આયર્ન)
  • ૯૮% મેગ્નેશ્યમ
  • ૭૫ % મેંગેનીઝ
  • ૫૦% પોટેશ્યમ
  • ૬૫% તાંબુ સફેદ બ્રેડ બનાવતી વખતે નષ્ટ થાય છે.
  • વીટામીન બી ગ્રુપમાંનાં મોટાભાગનાં વીટામીન લગભગ ૫૦થી ૮૦ ટકા નાશ પામે છે.
  • અતી મહત્વનું વીટામીન બી૬ પણ ૫૦% જેટલું નાશ પામે છે.

સ્વીટઝરલેન્ડની વર્ષોની જાણકારીને વૈજ્ઞાનીક અભ્યાસનું અનુમોદન મળ્યું છે. કેલીફોર્નીયા યુનીવર્સીટીની ખેતીવાડી કોલેજના વૈજ્ઞાનીક અભ્યાસમાં આ આઘાતજનક આંકડાઓનું સમર્થન કરવામાં આવ્યું છે. આ પુરવાર કરે છે કે સફેદ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ. ઉત્તમ તો આખા ઘઉં કે બીજાં આખાં અનાજની બનાવેલી બ્રેડ ખાવી એમાં જ ભલુ છે. ખાવાની વસ્તુ ખરીદતી વખતે એના પરનું લેબલ વાંચીને ખાતરી કરી લેવી જોઈએ કે એમાં કૃત્રીમ સ્વાદ-ફોરમ કે રંગ, બ્લીચ કરેલ આટો, લાંબો વખત બગડે નહીં તે માટેનાં રસાયણો કે થીજાવેલાં (ડાલ્ડા જેવાં) તેલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles