અળાઈ : ( ૧ ) આંબાની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી શરીરે લગાડી નાન કરવાથી અળાઈનો થતી નથી અને થઈ હોય તો મટી જાય છે .
( ૨ ) આમલીનું શરબત પીવાથી અળાઈઓ થતી નથી અને થઈ હોય તો મટી જાય છે . ( ૩ ) આમલીનું શરબત પીવાથી ગણતરીના દિવસોમાં અળાઈ ઝીણી ઝીણી ફોલ્લીઓ મટી જાય છે . ત્વચા માટે આમલીનું શરબત ખૂબ ગુણકારી છે .
( ૩ ) ચામડી પર થતી ઝીણી ઝીણી ફોલ્લીથી કોઈ વાર ખંજવાળ આવે છે અને કોઈ વાર નથી આવતી . આ અળાઈ કયારેક જાતે પણ મટી જાય છે . કારેલાનો ચીજો રસ કાઢી સહેજ સોડા – બાય – કાર્બ નાખી મિશ્ર કરી અળાઈ પર દિવસમાં ચાર – પાંચ વાર માલિશ કરતા રહેવાથી અળાઈ અચૂક મટી જાય છે .
( ૪ ) નારંગીનો રસ અથવા આખી નાગી સુકવીને બનાવેલો પાઉડર અળાઈવાળા ભાગ પર લગાડવાથી થોડા જ દિવસોમાં જાદુઈ અસરની જેમ અળાઇ મટે છે . ( ૫ ) પીપળાની છાલને બાળી તેની ભસ્મ શરીરે લગાડવાથી કે તેની છાલની ભસ્મ પાણીમાં ઓગાળી તેનાથી ૨૫ નાહવાથી અળાઈ થતી નથી .
( ૬ ) સવાર – સાંજ નાહીને શરીર પર શંખજીરુ લગાવવાથી અળાઈ થતી નથી .
અંગ જકડવાં : ( ૧ ) સાથળ , નિતંબ અને કમરનો ભાગ જકડાઈ ગયો હોય તો અરણી અને કરંજનો ઉકાળો અડધા કપ જેટલો સવાર – સાંજ પીવો તથા સહન થાય એવા આ ગરમ ઉકાળાનું દુ : ખાવા પર સિચન કરવું . ( ૨ ) વાયુથી જકડાયેલા અંગ પર રાઈની પોટીસ કરી બાંધવાની અથવા તેનું પ્લાસ્ટર મારવાથી ફાયદો થાય છે . હજારો ગુણો કેળવવા સહેલા છે , પણ એક દોષ દુર કરવો મુશ્કેલ છે . – લોંગફેલો .