એન્ટિબાયોટિક દવા ડોક્ટરની સલાહ વગર બાળકને ન આપવી જોઇએ વાંચો અને શેર કરો

D0CTOR ‘ S ADVICE ડૉ , ઉન્મેષ ઉપાધ્યાય પીડિયાટ્રિશિયન અમદાવાદ એન્ટિબાયોટિક ડોક્ટરની સલાહ વગર ન આપવી કેટલાય રોગમાં એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે છે . જોકે , એન્ટિબાયોટિક દવાઓને લઈને બાળકોનાં માતા પિતાના મનમાં ઘણા પ્રશ્નો થતા હોય છે .

આવા જ કેટલાક સામાન્ય પ્રશ્નો અને તેના જવાબો વિશે જાણીએ .

સવાલ : દરેક બાળકને તાવ આવે એટલે પહેલા દિવસથી એન્ટિબાયોટિક્સ દવા આપવી જરૂરી છે ?

જવાબ : ના , જો બાળકનો તાવ બેક્ટરિયાના ચેપને લીધે લાગતો હોય . જેમ કે , કાકડામાં ચેપ , ઝાડામાં લોહી , કાનમાં પરુ , તો જ એન્ટિબાયોટિક્સ આપવી જરૂરી છે . સ

વાલ : શું એન્ટિબાયોટિક્સ ડૉક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને બાળકને આપી શકાય ?

જવાબ : ના , ડૉક્ટરની સલાહ અને રોગના નિદાન ર્યા વગર એન્ટિબાયોટિક્સ દવા બાળકને આપવી નહીં . આવું કરવાથી તેની અસરકારક્તા ઓછી થતી જાય છે .

સવાલ : કયા રોગમાં એન્ટિબાયોટિક્સની જરૂર નથી હોતી ? જJાબ : વાઇરસનો તાવ , શરદી , વાઇરસના ઝાડા , ગળાનાં દુખાવામાં એન્ટિબાયોટિક્સની જરૂર હોતી નથી . આ રોગમાં સમય જતાં તેની જાતે રિક્વરી આવે છે .

સવાલ : શું બાળક બીમારીમાંથી સારું થાય તરત જ એન્ટિબાયોટિક્સ બંધ કરી શકાય ? જવાબ : ના , બાળકને બીમારીમાંથી રિકવરી આવ્યા પછી પણ ડૉક્ટરની સલાહ મુજબ દવાનો કોર્સ પૂરો કરવો જરૂરી છે . એન્ટિબાયોટિક્સ દવાઓ બાળકને ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય ડોઝમાં આપવી જરૂરી છે . – – –

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles