recipe આદું શરીરની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયક હોય છે. આદુંનો ઉપયોગ ચા કે દાળ-શાકમાં તો તમે કરતા જ હશો તો હવે ટ્રાય કરો આદુંનું અથાણું. શિયાળા દરમિયાન આદું ખાવાથી ઘણી બીમારી દૂર થાય છે. શરીર પણ સ્વસ્થ રહે છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે.
સામગ્રી
- આદું – 250 ગ્રામ
- લીંબુનો રસ – 2 વાટકી
- હળદર – 2 ચમચી
- હિંગ – 2 ચપટી
- અજમો – 2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબમરચું – જરૂર પૂરતું
બનાવવાની રીત : આદુંને છોલીને સારી રીતે ધોઇ લો અને લૂછીને કોરું કરો. તેની લગભગ એક-દોઢ ઇંચ નાનાં ટુકડા સમારો. એક તપેલીમાં અથાણાં માટેની સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર રહેવા દો. તે પછી તેને જારમાં ભરી લો. આદુંનું અથાણું તૈયાર છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે.