શિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..કયારેય બીમાર નહીં થાવ

જય ધન્વન્તરિ !ધનવંતરિ ત્રયોદશી  (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !આયુર્વેદ ટિપ્સકાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિ વાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું.જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે શરૂ કરી દેવો જોઇએ.ઠંડું પાણી, ઠંડા પીણાં, આઇસક્રીમ, ફ્રીજમાં મૂકેલ વસ્તુઓ, વાસી ખોરાક બંધ કરીને શક્યતઃ હૂંફા ળું પાણી એકાદવાર પીવાનું રાખશો. ગરમ પાણીમાં મીઠું અને હળદર નાંખીને કોગળા કરશો.દિવાળીના આ દિવસોમાં ફટા કડાં અને તેના પ્રદૂષણથી દૂર રહેવું અને શક્યતઃ સાંજે 7 પછી બહાર ન નિકળવું અને નિકળો તો માસ્ક પહેરવાનું રાખવું મિઠાઇ અને તળેલી વસ્તુઓ ન ખાવી.તુલસીના પાન, આદુ, કાળાં મરી ને મિક્સ કરી મધ સાથે લેવું. હળદરવાળું ગરમ દૂધ પીવું. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટવું.નાનાં બાળકોને બાલ ચાતુર્ભદ્ર સીરપ અને આયુર્વેદિક કફ સીરપ ચાલુ કરી દેવાં છાતી એ સેક કરવો અને નાસ લેવો. અણુંતેલનાં અથવા ગાય ના ઘીના ટીંપા નાકમાં નાંખવા.આમવાત/સંધિવાત – સાંધાની તકલીફો હોય તેમને અચાનક જ દુઃખાવો શરૂ થઇ શકે છે, ત્યારે તેમણે ગરમ થેલી અથવા તો ગરમ રેતીનો સેક ચાલુ કરી દેવો.સવારે ગરમ કપડાં પહેરીને મોર્નિંગ વૉક અને પ્રાણાયામ કરવાં, હળવી કસરતો ચાલુ રાખવી.આપની આયુર્વેદિક દવા ઓ જો બંધ કરી હોય તો હાલ થોડા સમય માટે શરૂ કરી દેવી.દિવસે ન સૂવું. ખટાશ અને વાસી ખોરાક ન લેવો આમ વાતના દર્દીએ સૂંઠના ઉકાળામાં થોડું દિવેલ નાંખીને રોજ પીવાનું રાખવું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles