10.8 C
New York
Saturday, December 21, 2024

અળવીના પાનના આયુર્વેદ ઉપચાર અને પાતરા બનાવવાની રેસીપી વાંચવા અહીં ક્લિક કરો

કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.

પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝોલેટ નામના ઘટકને કારણે થાય છે,

આ ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે.

અથવા તેને રાતભર ઠંડા પાણીમાં રાખી મુકવાથી પણ ઝેરી અસર નષ્ટ થઇ જતી હોય છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે રાજાળુ ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે. કેટલીક અળવી ને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગી ઓ બનાવાય છે. 

ગિલ્ટી (ટયૂમર)અળવીના પાનની ડાળી ને પીસી લેપ કરવાથી આ રોગ માં લાભ થાય છે

  • કરચલી અળવી ત્વચાનું શુષ્કપણું અને કરચલીઓ દૂર કરે છે. તે આંતરડા કે શ્વાસ નળીના શુષ્કપણાને પા દૂર કરે છે.
  • પિત્ત પ્રકોપઅરબી કે કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે.
  • પેશાબની બળતરાઅળવીના પાનના રસ ૩ દિવસ સુધી પીવાથી સે પેશાબની બળતરા મટે છે.
  • ફોડી-ફોડાઅળવીના પાનની દાંડીઓ બાળી તેની રાખ તેલમાં મેળવી લગાવતા ફોડી ફોડા મટે છે
  • મહિલાઓના દૂધની વૃદ્ધિઅળવીનું શાક ખાવાથી દુગ્ધપાન કરાવવા વાળી સ્ત્રિઓ નું ઓઓધ વધે છે રક્તપિત્ત (ખૂની પિત્ત) હોને પર અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે લાભકારી છે.
  • વાયુ ગુલ્મ (વાયુનો ગોળો)અળવીના પાન તેની દાંદી સાથે ઉકાળી તેનું પાણી કાઢી તેમાં ઘી મેળવી ૩ દિવસ સુધી સેવન કરતા વાયુનો ગોળો દૂર થાય છે.
  • હૃદય રોગઅળવીનું શાક રોજ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
  • – ૩ કપ ચણાનો લોટ
  • – ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • – ૧ ચમચી હળદર
  • – ૧ ચમચી લાલ મરચુ
  • – ૧/૨ ચમચી હિંગ
  • – મીઠુ
  • – ૩/૪ ગોળ
  • – ૧ લીંબુ
  • – ૨ ચમચી તેલ
  • વઘાર માટે :
  • ૩ ચમચા તેલ
  • રાઇ
  • તલ
  • લીમડો
  • લીલા મરચાના ટુકડા
  • થોડી કોથમીર
  • હિંગ

રીત :

સૌ પ્રથમ એક વાટકામાં પેસ્ટ માટે તેમા આદુ મરચાની પેસ્ટ, ગોળ, હળદર, લાલમરચુ, હિંગ, મીઠુ, ૨ ચમચી તેલ, ૧ લીંબુનો રસ નાંખી અને થોડુ પાણી નાખી તેનુ ખી‚ તૈયાર કરો પછી તો સાઇડમાં મુકો.

હવે અડવીના પાન સારી રીતે ધોઇને લૂંછી લો. અને તેની અંદર પેસ્ટ લગાવો ત્યાર પછી પુરા પાન પર ફેલાવો. આ રીતે એક બીજુ પાન લઇ તેના પર પેસ્ટ ફેલાવો. આ રીતે એક બીજુ પાન લઇ તેના પર પેસ્ટ લગાડો. પછી આ રીતે ત્રીજા પાનમાં પણ આવી જ પ્રોસેસ કરવી. અને ત્રણેય પાનને સારી રીતે પેસ્ટ લગાડીને બીજી તરફથી રોલ કરો અને તેને વરાળમાં ૨૦-૨૫ મિનિટ સુધી બાફો. પછી તાપને બંધ કરી કાઢી લો. તેને ઠંડા કરવા મુકી દો. ઠંડા થયા પછી એને ૧/૪ ઇંચના ટુકડામાં કાપી લો.

હવે એક કડાઇમાં તેલ ગરમ કરી એમા રાઇ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા તાપ પર શેકો અને તેની સાથે કોથમીર અને છીણેલુ નારિયેળ સાથે ગાર્નિશ કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles