શાકશ્રેષ્ઠા’ ડોડીની ગણના સર્વ શાકોમાં સૌથી શ્રેષ્ઠ શાક તરીકે થાય છે. અતિ પ્રાચીનકાળથી શાક બનાવવમાં ડોડીનો ઉપયો ગ થાય છે. ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે !તેના વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષા ૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે. ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યભારત અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થાય છે. ………..
આયુર્વેદ પ્રમાણે ડોડી મધુર , ત્રિદોષશામક , પચવામાં હળવી , રસાયન , ઠંડી , મળને બાંધનાર , હૃદય માટે હિતકારી , વીર્યવર્ધક , બળપ્રદ , દૃષ્ટિવર્ધક તથા હૃદયની નિર્બળતા , ઉધરસ , મૂત્રમાર્ગની બળતરા અને અવરોધ , સોજા , રતાંધતા વગેરે મટાડનાર છે . ડોડીનાં પાન ધાવણવૃદ્ધિ અને ધાતુપુષ્ટિ કરનાર છે . તેના પાનનું ચૂર્ણ કરી અડધી ચમચી જેટલું ચૂર્ણ સવારે અને સાંજે દૂધ સાથે લેવું . ધીમે ધીમે શરીર પુષ્ટ થવા લાગશે . આંખોની નબળાઈ પણ આ ઉપચારથી દૂર થાય છે . આયુર્વેદ પ્રમાણે ડોડી એ ઉત્તમ ‘ જીવનીય ‘ ( જીવન આપનાર ) ઔષધ છે
ડોડીના કુમળા પાનનું શાક આયુર્વેદમાં શ્રેષ્ઠ શાક કહ્યું છે . આંખના રોગમાં ડોડીના પાન ઘીમાં શેકીને ખાવા . ગુમડામાં પાનની લુગદી બાંધવી મોટું આવી જાય તો કુમળા પાન ચાવવા
તેના વેલાનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. વધારે જૂનાં મૂળ હાથના કાંડા જેવા જાડાં અને કાપવાથી છિદ્રાળુ જણાય છે મૂળની વાસથોડી ઉગ્ર અને સ્વાદ ફીકો તેમ જ કંઈક મીઠાશ પડતો લાગે છે. તેના વેલા ઝડપથી ઉંચે ચડી જાય છે. પાન પાતળાં, ચીમળાયેલાં, અસકથી બે ઈંચ લાંબાં, એકથી દોઢ ઈંચ પહોળાં અને અણીદાર હોય છે. પાન ઉપરની બાજુએ ચીકણાં, નીચેની બાજુએ રુવાંટીવાળાં અને સહેજ વાસવાળાં હોય છે……..
ડોડીને મીઠી ખરખોડી પણ કહે છે. ડોડીની જંગલમાં થનારી એક કડવી જાત પણ હોય છે. ડોડીના ફળને ડોડાં (સુડિયાં) કહે છે. ડોડાં બે થી ત્રણ ઈંચ લાંબાં, અર્ધો-પોણો ઈંચ જાડા, લીલા રંગનાં અને આકડાના ફળ સમાન હોય છે.ડોડાને તોડવા થી પીળા રંગનો દૂધ જેવો રસ નીકળે છે. શિયાળામાં ડોડીના વેલા પર ડોડાં બેસે છે. કૂણાં ડોડાંનું શાક અને કઢી થાય છે. કૂમળાં ડોડાનું શાક તેલ અને મરચાના વઘારથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. બજારમાં ડોડાં ભાગ્યે જ વેચાતાં મળે છે. એટલે મુખ્યત્વે ગામડાંના લોકો જ તેનું શાક ખાય છે. …….
શહેરમાં વસતા લોકોએ-શહેરી પ્રજાએ પણ ડોડીના શાકનો લાભ લેવા જેવો છે. ડોડીના કૂંણાં પાનની દહીં કે છાશ મેળવી નેભાજી પણ બનાવાય છે અને તેખૂબ સ્વાદિષ્ટબને છે ઉનાળા માં ડોડીના પાનની ભાજી ખાસ ખાવા જેવી છે. ડોડીના પાનની ભાજીખાવાથી આંખોનું તેજવધેછે ડોડીના મૂળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ક્વાથ માટે તેના મૂળની એક બે તોલા સુધીની અને ચૂર્ણ માટે ત્રણથીછમાસા સુધીનીમાત્રા છે જીવંતી જીવની, જીવનનીયા, મધુરસ્ત્રવા, મંગલ્યનામધૈયા શાકશ્રેષ્ઠા અને પયસ્વિની એ ડોડીનાં સંસ્કૃત નામો છે.
- जीवंती शीतला स्वादुः स्निग्धा दोषत्रयापहा !
- रसायनी बलकरी चक्षुष्या ग्राहिणी लघुः !!
- डोडीका पुष्टिदा वृष्या रूच्या वनूहिप्रदा लघुः !
- हन्ति पित्तकफार्शासि कृमिगुल्मविषामयानू !!
ડોડી કે મીઠી ખરખોડી ઠંડી, મધુર, સ્નિગ્ધ,ત્રણે દોષને હણનાર રસાયનરૂપ, બળ આપનાર, નેત્રને હિતકારી, ઝાડાને રોકનાર, પુષ્ટિ આપનાર તે પચવામાં હળવી છે. વીર્યને વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર અને હલકી હોઈ પિત્ત, કફ, અર્શ, કૃમિ ગોળો તથા વિષ રોગને મટાડનાર છે.
ચરકે અતિસારવાળાઓ અને વિષરોગીઓ માટે ડોડીનું શાક હિતકારી માનેલ છે. સુશ્રુતે તૂરા અને મધુર રસવાળા શાકોમાં તેની ગણના કરી, ડોડીને સર્વદોષઘ્ન કહેલ છે. વાગ્ભટ્ટે પણ ડોડીના શાકને શ્રેષ્ઠ ગણેલ છે. રાજનિઘંટુકારે પણ ડોડીને રક્તપિત્ત, વાતરોગ, ક્ષય, દાહ અને જ્વરને ……હણનાર, કફવૃદ્ધિકર તથા વીર્યવર્ધક ગણેલ છે. ડોડી રતાંધળાપણાને પણ મટાડનાર છે.
આધુનિક વૈદકના મત પ્રમાણે ડોડી સ્નેહન, શીતલ, મૂત્રજનન અને શોથહર છે.એક આયુર્વેદીય એલાર્સિન’ કંપનીએ તો ડોડી નું સત્વ તૈયાર કરાવ્યું હોવાનું અને તેની ટીકડીઓને લેપ્ટેડિન નામ આપ્યું હોવાનું પણ કહેવાય છે. જે માતાના બચ્ચાં નાનર્ વયમાં વિસર્પ (રતવા)રોગથી પીડાઈ મરી જતાં હોય તેને એના સેવનથી ફાયદો થાય છે.એ સાબિત કરે છે કે ડોડીમાં જીવનીય ગુણ છે.
ડોડીનાં મૂળનો કલ્ક એક શેર, ડોડીનાં મૂળ તથા શતાવરીનો ક્વાથ સોળ શેર અને ગાયનું ઘી ચાર શેર, એકત્ર કરી મંદાગ્નિ પર ઘી સિદ્ધ કરવું. એ ઘીમાંથી અક એક તોલો સવાર-સાંજ ખાવાથી ક્ષય, ઉરઃક્ષત, દાહ, વંધ્યત્વ, દ્દષ્ટિની મંદતા અને રક્ત પફત્ત મટે છે.ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવા થી અગ્નિદીપન થાય છે, તેમ જ રસાયન જેવો ગુણ આપે છે અને નેત્રને ઠંડક પણ આપે છે.
ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું અટે છે. અર્શવાળાને પણ તેની ભાજી પથ્ય છે.
ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકાની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રીઓના કોઠાની ગરમી દૂર કરે છે