થાઈરોઈડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાંચો અને શેર જરૂર કરજો કેટલાકની જીંદગી બચી જશે

0
397

આયુર્વેદની દૃષ્ટિએ આપણને સતત ઉત્સાહી ને ચેતનવંતા રાખનાર છે જઠરાગ્નિ , વૈશ્વાનર ON ભૂખ . આજે આપણને સાચી ભૂખ લાગતી જ નથી .

ભૂખ વિનાનું ભોજન કરવાથી અગ્નિ નબળો પડે છે તેથી થાયરોડીઝમ જેવા આમદોષજન્ય રોગો થાય છે . અગ્નિ શાંત થાય તો મૃત્યુ નિશ્ચિત છે . અગ્નિ નબળો પડે તો બીમારી . આમદોષ થાય . રસ , લોહી , માંસ , મેદ , અસ્થિ , મજ્જા ને શુક્ર એ સાતેય ધાતુઓ નબળી બને .

જેમ મુખ્ય જઠરાગ્નિ છે તેમ આ સાતેય ધાતુઓના સાત અગ્નિ છે . પાંચ મહાભૂતનાં પાંચ અગ્નિ મળીને કુલ ૧૩ અગ્નિ આપણા શરીરમાં હોય છે . આ ધાતુઓના અગ્નિને આજની પરિભાષામાં અંતઃસ્ત્રાવી ગ્રંથી કહી શકીએ . આ જઠરાગ્નિ નબળો પડે તો ધાતુઓના અગ્નિ પણ નબળા પડે . તેથી તે – તે ધાતુઓના રોગો થવાના . જેમ કે મેદ ધાતુનો અગ્નિ નબળો પડે એટલે હાયપો થાયરોડીઝમ રોગ થવાનો ને મેદ ધાતુનો અગ્નિ વધુ તેજ હોય તો હાયપર થાયરોડીઝમનો રોગ થવાનો . |

યુવાન રહેવું અને બનવું સૌને ગમે છે . જે સતત ઉત્સાહી છે , ફૂર્તિલો છે અને ચૈતન્યથી ભરેલો છે તે યુવાન . આરોગ્યની પણ આ જ પરિભાષા છે કે આપણા શરીરના હોર્મોન , અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ( હાયપોથેલેમસ , પિટ્યુટરી , થાયરોઈડ , પેરાથાયરોઈડ , થાયરસ , પેન્ક્રીયાસ , એડ્રીનલ , ઓવરી , ટેસ્ટીઝ ) જેમના શરીરમાં યોગ્ય રીતે કામ કરે છે તે આરોગ્યની દૃષ્ટિએ યુવાન છે .

અન્યથા યુવાની તો માનસિક અને વૈચારિક છે . મેદ ધાતુનો અગ્નિ યોગ્ય સમાન હોય તો શરીર મધ્યમ હોય , આંખ વાળનું સૌંદર્ય શ્રેષ્ઠ હોય , ભૂખ અને પાચન પણ સારું હોય , વજન ના વધુ હોય કે ના ઓછું હોય , શ્રમ કરવામાં થાક અનુભવાય નહિ એટલે કે શ્રમને સહન કરી શકે , માનસિક સ્વાથ્ય સારું હોય , યાદશક્તિ , ઊંઘ ઉત્તમ હોય , મન શાંત હોય ને થાઈરોઈડની સ્વસ્થતાથી નિર્ણય લઈ શકે તેવું હોય . આ બધાં જ લક્ષણો તંદુરસ્તીની નિશાની છે . …….

જે મેદ ધાતુની સ્વસ્થતાનું દર્શન કરાવે છે પરંતુ મેદ ધાતુનો અગ્નિ નબળો પડે એટલે કે થાયરોઈડનો સ્રાવ ઓછો થાય . રીપોર્ટમાં TSHનું પ્રમાણ વધુ આવે તો આંખો બહાર નીકળે , જીભ થોથવાઈને જાડી થઈ જાય . શરીરમાં સ્થૂળતા જણાય , લોહી ઘટ , ભૂખની વિષમતા થાય , વાળ ખરે , ચામડી લુખી પડે , આંખો નબળી પડે છે અને જો થાયરોઈડનો સ્રાવ વધી જાય તો શરીરમાં પિત્તનો પ્રકોપ અને મેદ ધાતુના ક્ષયના લક્ષણો જોવા મળે છે .

જેમાં રોગી ભયથી ગભરાયેલ અને શરીરથી સૂકાતો જતો જોવા મળે છે . થાયરોઈડના રોગો કે મેદ ધાતુના અગ્નિની વિષમતા માટે હવા , પાણી , નમક , ખોરાક , વ્યાયામ , ઊંઘની સાથે માનસિક સ્વાસ્થ પણ તે ટ જ જવાબદાર છે . થાયરોઈડમાંથી નીકળતો થાયરોક્સીન નામનો અંતઃસ્રાવ જે શરીર , મનના વિકાસ માટે જવાબદાર છે .

જેમ શરીરની બધી જ ધાતુઓ એકબીજા સાથે સંકળાયેલી છે તેમ શરીરની બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ પણ એકબીજા સાથે જોડાયેલી છે , જે જઠરાગ્નિ , વૈશ્વાનર પાચકશક્તિ પર આધારિત છે . જ્યારે માનવ શરીરમાં તનાવનું માપ વધે છે તો તેની તરત અસર થાઈરોઈડ ગ્લેન્ડ ઉપર જ પડે છે .

તે ગ્રંથી હાર્મોન્સના સ્રાવને વધારી દે છે . જો તમારા કુટુંબમાં કોઈને થાઈરોઈડની સમસ્યા હોય તો તમને થાઈરોઈડ થવાની શક્યતા વધુ રહે છે . આ થાઈરોઈડનું સૌથી ખાસ કારણ છે . કેમ કે આ એક વારસા પેટે આવે છે . થાઈરોઈડ રોગ એક જ કુટુંબમાં ઘણા લોકોને અસર કરી શકે છે .

થાઈરોઈડના અન્ય કારણો છે ગર્ભાવસ્થા . જેમાં પ્રસુતિનો સમય પણ જોડાયેલ હોય છે . ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રીના જીવનમાં એવો સમય હોય છે કે જ્યારે તેના આખા શરીરમાં મોટા એવાં ફેરફાર થાય છે અને તે તનાવયુક્ત રહે છે . થાઈરોઈડ તે માત્ર એક વધેલી ગ્રંથિની સમસ્યા છે , જેમાં થાઈરોઈડ હોર્મોન બનાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે .

સોયા ઉત્પાદનોની જરૂરથી વધુ ઉપયોગથી પણ થાઈરોઈડ થવાના કારણો હોઈ શકે છે . ઘણી વખત મેડીકલની થા ઈ રોઈ ડ ની સમસ્યા પીટ્યુટરી ગ્લેન્ડને કારણે પણ થાય છે , કેમ કે તે થાઈરોઈડ ગ્રંથી હાર્મોનના ઉત્પાદન કરતા સાવધ નથી કરી શકતી . – ભોજનમાં આયોડીન નમકની અછત કે વધુ ઉપયોગથી પણ થાઈરોઈડની સમસ્યા ઉત્પન્ન થાય છે . સ્ત્રીઓમાં થતી રજોનિવૃત્તિ પણ થાઈરોઈડનું કારણ છે , કેમ કે રજોનિવૃત્તિના સમયે પણ એક સ્ત્રીમાં ઘણા પ્રકારના હાર્મોનલ ફેરફાર થતા હોય છે .

જે ઘણી વખત થાઈરોઈડનું કારણ બની શકે છે .

– લક્ષણોમાં જોઈએ તો કબજીયાત મુખ્ય છે . થાઈરોઈડથી કબજીયાતની સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે . ખાવાનું પચાવવામાં તકલીફ થાય છે . સાથે જ ખાવાનું સરળતાથી ગળાથી નીચે પણ નથી ઉતરતું . શરીરના વજન ઉપર પણ આડઅસર થાય છે . થોડા થોડા સમયે હાથ તથા પગ ઠંડા પડી જાય છે . આ રોગને લીધે માણસને તાવ આવવા માંડે છે

આ તાવ સામાન્ય તાવથી જુદો હોય છે અને તે ઠીક પણ નથી થતો . આ તકલીફથી પીડાતો માણસ જલ્દી ચાકી જાય છે . તેનું શરીર સુસ્ત રહે છે . તે આળસુ થઈ જાય છે અને શરીરની ઉર્જાની ઉણપ થાય છે .

પ્રતિરોધક શક્તિ નબળી પડે છે . થાઈરોઈડ થવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે . ઈમ્યુન સિસ્ટમ નબળી થવાને કારણે ઘણી બીમારીઓને ઘર બની જાય છે . આ રોગથી માણસ હંમેશા ડીપ્રેશનમાં રહેવા લાગે છે . તેનું કોઈ કામમાં | મન નથી લાગતું .

મગજની સમજવા કે વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તેથી યાદશક્તિ પણ નબળી થઈ જાય છે . ત્વચાનું સુકાવું પણ એક લક્ષણ છે . આનાથી પીડિત વ્યક્તિની ત્વચા સુકાવા લાગે છે . ત્વચામાં સુકાપણું આવી જાય છે . ત્વચાના ઉપરના ભાગના સેલ્સની ક્ષતિ થવા લાગે છે , જેથી ત્વચા શુષ્ક થઈ જાય છે . શારીરિક અને માનસિક વિકાસમાં પણ અવરોધરૂપ બને છે આ રોગ .

જો તમને આવા કોઈપણ લક્ષણ જોવા મળે છે તો તમે તમારા ચિકિત્સકનો સંપર્ક કરો . તમને થાઈરોઈડની સમસ્યા હોઈ શકે છે . આ રોગ થવાથી માણસના વાળ ખરવા લાગે છે અને ટાલીયાપણું આવી જાય છે . તેની ભ્રમરના વાળ પણ ખરવા માંડે છે . માંસપેશીઓ અને સાંધામાં દુ : ખાવો મુખ્ય છે . આ રોગથી આપણી માંસપેશીઓ અને સાંધામાં દુ : ખાવો થાય છે તેમ જ શરીર નબળું થતું જાય છે .

એ પણ આ રોગના સામાન્ય લક્ષણ હોઈ શકે છે . અખરોટ અને બદામમાં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે . જે આ રોગની સમસ્યાના ઉપચારમાં ફાયદાકારક સાબિત થાય છે .

એક આખી અખરોટમાં ૫ માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે . અખરોટ અને બદામના સેવનથી થાઈરોઈડના કારણે ગળામાં થતો સોજો પણ કેટલાક અંશે ઓછો કરી શકાય છે . અખરોટ અને બદામમાં સૌથી વધુ ફાયદાકારક હાઈપોથાયરાઈડીજમ હોય છે . તેની સાથે રાત્રે સુતા સમયે ગાયનું ગરમ દૂધ સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણનું સેવન કરો .

આ માટે સૌ પ્રથમ ૨૦Oથી ૧૨0 મિલીગ્રામ અશ્વગંધા ચૂર્ણ ચાની સાથે ભેળવીને પીવામાં આવે તો થાઈરોઈડની સમસ્યામાંથી છુટકારો મળે છે .

તમે આ ચાનો સ્વાદ વધારવા માટે તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો . અશ્વગંધા નિયમિતરૂપે સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર પૂરતી ઊર્જા મળી રહે છે . જેથી કરીને તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે .

વાળ ખરવા , નખ તૂટી જવા , આખા શરીરમાં કળતર , ઊંઘ ન આવવી વગેરે ચિહ્નો સાથેના આ હાઈપોથાયરાઈડીજમ નામના દર્દને મટાડવા માટે સુવર્ણ ભસ્મયુક્ત વસંત કુસુમાકર રસ કે સુવર્ણ વસંતમાલતી રસની એક – એક ગોળી સવારે અને સાંજે મધ સાથે લસોટીને લેવી . સુવર્ણભસ્મ જીવન વિનિમય પ્રક્રિયાની ક્ષમતામાં વધારો કરે છે .

જેથી ધાતુમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી . ધાતુની ઘનતા વધતાં વાળનો વિકાસ ઝડપી થાય છે . શરીર તંદુરસ્ત બને છે અને ઊંઘ પણ સારી આવે છે . આયુર્વેદ ચિકિત્સક દર્દીઓમાં શાસ્ત્ર સિદ્ધાંત અનુસાર જરૂર પડે તો શુદ્ધ ગુગ્ગલુ , અભ્રક ભસ્મ , હરિત . પુનર્નવામંડુર જેવા બને એટલા એકલ ઔષધ યોગનો પ્રયોગ કરવ જોઈએ તથા હરિદ્રા , સુવા , ગોળ , કુલન્દ કવાથ તલનું તેલ જેવા સાદા આહાર ઔષધોની યોજના કરવી જોઈએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here