શ્રાવણ મહિનાનું વ્રત કરતા લોકો માટે ઘરમાં બનતી ફરાળી વાનગી માં એક મીઠાઈ ટોપરા પાક બનાવવાની રેસીપી નોંધી લો
તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ
સામગ્રી :
૨૫૦ ગ્રામ ટોપરાનું ઝીણું ખમણ..
૨૦૦ ગ્રામ ખાંડ
૧૦૦ ગ્રામ માવો
૫ એલચીનો પાઉડર
૪ ચમચી ઘી
બનાવવાની રીત :
એક લોયામાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર ધીમા તાપે મુકો.
માવાને ખમણી અને બાજુ પર રાખી દો .
ચમચાની મદદથી ચાસણી હલાવતા રહો .
એક તારની ચાસણી (એક ટીપું આંગળીમાં લઇ બીજી આંગળીની મદદ વડે તૂટે નહી તેવો તાર) થાય એટલે ગેસ બંધ કરી દો .
તેમાં ખમણ કરેલો માવો નાંખો. પછી એકદમ મિલાવો .
હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે રાખો.
૨ મીનીટ પછી તેમાં ટોપરાનું ખમણ નાંખો .
ટોપરાનું ખમણ એકદમ મિલાવ્યા પછી તેમાં ગરમ ઘી ઉમેરો .
હવે ગેસ બંધ કરી દો.
છેલ્લે એલચીનો ભૂકો નાંખો.
એક થાળીમાં ઘી લગાવી તેના પર આ મિશ્રણ ને પાથરી દ્યો .
જરા ઠરે એટલે કાપા પડી દ્યો .