દરેક લોકોને મેંદુ વાળા ખુબ ભાવતા હોય છે સવાર સવારમાં એક પ્લેટ મેંદુવડા મળી જાય તો જલસા પડી જાય તો ચાલો આજે આપણે મેંદુવડા બનાવતા શીખીશું. મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો
બનાવવા માટે જરૂરી સામગ્રી :-
- લીલા મરચા – 2 થી 3 નંગ ,
- અડદની દાળ – 1 કપ
- કોથમીર – 1/2 ઝૂળી
- પાણી – થોડું, લીમડાના પાન – 8 થી 10, આદુનો ટુકડો – 1 ઇંચ, મીઠું – સ્વાદ પ્રમાણે, તેલ – 6તળવા માટે
મેંદુવડા બનાવવાની રીત :-
સૌ પહેલા અડદની ફોતરા વગરની દાળને ત્રણ થી ચાર કલાક પાણીમાં પલાળી દો, ત્યારબાદ તેનું પાણી દુર કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવી, ત્યારબાદ લીલા મરચા, લીમડાના પાન અને કોથમીરને ઝીણા સમારવા, આદુને ખમણી લેવું, હવે અડદની પેસ્ટને 8 થી 10 મિનીટ ફીણવી, જરૂર પડે તો બે થી ત્રણ ચમચી પાણી નાખવું, હવે તેમાં મીઠું,સમારેલ મરચા, લીમડાના પાન, કોથમીર અને આદું નાખવું, ફરી બે થી ત્રણ મિનીટ ફીણવું, ત્યારબાદ તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે બાજુમાં એક પાણી ભરેલ વાટકો રાખવો, આ વાટકાના પાણીમાં હાથ ભીના કરી અડદની પેસ્ટમાંથી એક નાનો લુવો હાથમાં લઇ તેને ઉછાળતા જઈ ગોળો બનાવવો, હવે જે હાથમાં આ ગોળો બનાવ્યો તે હાથના અંગુઠા વડે ગોળામાં વચ્ચે કાણું પાડી ગરમ તેલમાં ધીમેથી વડુ મૂકી દેવું, આ રીતે હાથ ભીના કરતા જઈ બધા વડા તૈયાર કરી તેલમાં મધ્યમ તાપમાં ગોલ્ડન બ્રાઉન કલરના તળવા, તૈયાર છે મેદુવડા , મેંદુવડાને નાળિયરની [ ટોપરાની ] ચટણી અથવા કોઈપણ ચટણી કે સોસ સાથે ગરમા ગરમ ખાવાથી ટેસ્ટી લાગે છે. સાંભર સાથે પણ ખાઈ શકી છ
તમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું #facebook પેઝ #like અને #share કરો