ઉપાય / ગરમીની સિઝનમાં કેટલીક એવી ભૂલો થાય છે જે સ્કિનને અસર કરે છે, તેનાથી બચવા માટે આ ઉપાયો અજમાવોહેલ્થ ડેસ્કઃ ગરમીની ઋતુમાં સ્વાસ્થ્યની જેટલી કાળજી રાખવી જરૂરી છે એટલી જ જરૂરી સ્કિન કેર. તડકામાં સ્કિન ઝડપથી ઓઈલી થઈ જાય છે. તેથી તેની સંભાળ રાખવી વધુ જરૂરી છે. ગરમીની સિઝનમાં મેકઅપ લગાવવામાં પણ કેટલીક એવી ભૂલો થઈ જાય છે જે ડિઝાસ્ટર સાબિત થાય છે. તો આવી ભૂલોથી બચવા અને સ્કિનને તરોતાજા રાખવા નીચે આપેલી કેટલીક ટિપ્સ અજમાવી શકાય.એક વખત જ ચહેરો ધોવો ગરમીમાં સ્કિન ઝડપથી ઓઇલી થઇ જાય છે. ગમે તેટલો માઇલ્ડ સાબુ વાપરો વારંવાર મોઢું ધોવાથી સ્કિનનું મોઇશ્ચર ઘટી જાય છે. જ્યારે ગરમીમાં સ્કિનને વધુ હાઇડ્રેશનની જરૂર હોય છે. ચહેરા પર ઓઇલ દેખાય તો ફેસવોશ કરવાને બદલે ફેસ વાઇપ્સનો ઉપયોગ કરી શકોછો.
ઓવરહાઇડ્રેટિંગ.ગરમીમાં સ્કિનનું હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે પરંતુ હેવી મોશ્ચરાઇઝર્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. જે મોશ્ચરાઇઝર્સનો ઉપયોગ ઠંડીમાં કરો ગરમીમાંઉપયોગકરવોજોઇએનહીં.
એસિડ બેઝ્ડ પ્રોડક્ટ્સ.ગરમીમાં મોટાભાગે ખીલ વધી જાય છે. તેથી સેલિસાઇલિક અને હોલ્યુરોનિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી સ્કિન પાતળી થઇ જાય છે અને યુવી રેઝ વધુ અસર કરવા લાગે છે. આવી સ્થિતિમાં સ્કિનની સુરક્ષા માટે સનસ્ક્રીનનો ઉપયોગ પણ યોગ્ય નથી. ખીલ દૂર કરવા માટે એસિડને બદલે ઓર્ગેનિકનો વિકલ્પ પસંદ કરવો જોઇએ .
મેટ પ્રોડક્ટ્સ. ગરમીમાં શાઇની સ્કિનથી બચવા માટે લોકો મેટ પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરવા લાગે છે. તડકામાં મેટ પાઉડર લગાવીને નીકળવાનો અર્થ બ્લોચી કોમ્પ્લેક્શન છે, જેનાથી બચવું જોઇએ. જેલ બેઝ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકાય છે..
ડીઓડ્રન્ટસવારના સમયે ડીઓ લગાવી ઘરમાંથી નીકળવા લાગો તો તેને પોતાનું કામ કરવા માટે ઓછો સમય મળશે.