diwali nasta list કેમ છો મિત્રો દિવાળીની સીઝન શરુ થઇ ગઈ છે એટલે નાસ્તો તો બનાવવો જ પડે તમે વિચારી રહ્યા છો દિવાળીમાં શું નાસ્તો બનાવવો તો અમે તમારી માટે લઈને આવિયા છીએ દિવાળીમાં બનાવી શકાય તેવો નાસ્તો બનાવવા માટેની નાસ્તા લીસ્ટ
નાયલોન પૌવા નો ચેવડો | nylon poha chevdo | ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો | nashta recipe in Gujarati | diwali nasta list
નાયલોન પૌવા નો ચેવડો બનાવવા માટે જરૂરી સામગ્રી
- 200 ગ્રામ નાયલોન પૌંઆ
- 100 ગ્રામ સેવ
- 100 ગ્રામ બૂંદી
- 1 ટી સ્પૂન તલ
- 8,9 નંગ લીલા લીમડા નાં પાન
- 2 નંગ લીલાં મરચા
- 3 ટીસ્પૂન તેલ
- 2 ટી સ્પૂન દળેલી ખાંડ
- 1 ટી સ્પૂન હળદર
- 1 ટી સ્પૂન અડદ ની દાળ
- મીઠું સ્વાદ મુજબ
નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત |
નાસ્તો બનાવવા માટે આ ચેવડો બેસ્ટ છે જે બધાને ખુબ ભાવે છે અને ઓછા તેલમાં પણ બને છે આ નાયલોન પૌવા નો ચેવડો જે બાળકોને ખુબ પસંદ આવે છે આવો જાણીએ નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત | ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ પૌવા ને ચાળી લેવા અને ધીમા તાપે કોરા શેકી લેવા પુવા શેકીને ફરી ચાળી લો. હવે એક કડાઈ લો અને કડાઈમાં તેલ ગરમ કરો. ત્યાર બાદતેલમાં રાઈ, તલ, વરિયાળી અને હિંગ નો વઘાર કરવો હવે તેમાં સમારેલો લીમડો અને મરચાં નાખો. હવે તેમાં ટોપરાની કતરણ, શીંગ દાણા અને દાળિયા ની દાળ નાખો. આ બધું ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો હવે તેમાં હળદર ઉમેરો.
નાયલોન પૌવા નો ચેવડોનો મસાલો બનાવવા માટે એક પ્લેટ મા મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર, ખાંડ અને સંચળ પાવડર બધું બરાબર મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લો. હવે બધું મિશ્રણ શેકાય એટલે તેમાં શેકેલા પૌવા ઉમેરો. ત્યાર બાદ મિક્સ કરેલો મસાલો નાખી ને બધું બરાબર હલાવી લો. હવે ધીમા તાપે પાંચ મિનિટ માટે રાખ્યા બાદ ગેસ પરથી નીચે ઉતારી ઠંડો કરી ને એર ટાઇટ કન્ટેનર મા ભરી લો. તો તૈયાર છે ટેસ્ટી અને ફટાફટ બનતો એવો નાયલોન પૌવા નો ચેવડો. આ ચેવડો તમે વધારે સમય સુધી રાખી શકો છો તમે બહાર ફરવા જવાના છો તો આ ચેવડો બનાવીને સાથે લઈ જઈ શકો છો diwali nasta list જો તમને નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત સારી લાગી હોય તો મિત્રો સાથે શેર કરજો અને જો બીજી રેસીપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો