રસોઈ ટીપ્સ દરેક મહિલાઓને સુપર કિંગ બનાવી દેશે આ કિચન ટિપ્સ

0

સુકા આદુની છાલ ઉતારવા માટે

આદુ ને વધારે સમય ફ્રીઝમાં સાચવીને ન રાખો તો આડું સુકાઈ જાય છે આ સુકાઈ ગયેલ આદુની છાલ સરળતાથી ઉતરતી નથી અને ઘણી મુશ્કેલી પડે છે સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જસે.

આંબળાના મુરબામાં ખાંડ જામતી અટકાવવા માટે :

આંબળાની સીઝન શરુ થઇ ગય છે એટલે બધા આંબળાના મુખવાસ અને મુરબો બનાવીને આખું વર્ષ દરમિયાન સ્ટોર કરી રાખશે તો તમે પણ આંબળાનો મુરબો બનાવીને સ્ટોર કરો છો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો એટલે આંબળાનો મુરબ્બો બનાવતી વખતે ખાંડ નહિ જામે અને સરસ રહેશે આંબળાનો મુરબ્બો બનાવતી વખતે ૫૦૦ ગ્રામ તૈયાર મુરબ્બો ૨ ચમચી ગ્લિસરીન નાખવાથી મુરબ્બા માં ખાંડ નહિ જામે.

ચણાને ઝડપથી બાફવા માટે

કાબુલી ચણાને પલાડવાનું ભૂલી ગયા છો અને ચણાને ઝડપથી બાફવા માંગતા હોય તો આ ટીપ્સ જરૂર અપનાવજો ચાના કાબુલી ચણા બોઈલ કરતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જસે.

મીઠાની બરણીમાં ભેજ લાગતો અટકાવવા માટે

આખા વર્ષનું મીઠું સ્ટોર કરીએ એટલે ભેજવાળું વાતાવરણ હોય અથવા ચોમાસુ હોય ત્યારે મીઠામાં ભેજ લાગે છે અને મીઠું ઓગળે અને ભીનું થઈ જાય છે તો મીઠાંમાં ભેજ લાગતો બચાવવા માટે આટલું કરો મીઠામીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા મુકવાથી મીઠામા ભેજ નહિ લાગે.

આલુ પરોઠા સ્વાદિષ્ટ બનાવવા માટે

આલુ પરોઠા ન આ રીતે બનાવશો એટલે ખૂબ જ ટેસ્ટી અને મુલાયમ બનશેઆ લી પરોઠા બનાવતી વખતે બટાકા માં અથાણાં નો થોડો મસાલો નાખવાથી પરોઠા નો સ્વાદ બદલાઈ જસે.

દૂધને ઉભરાઈને બહાર નીકળતું અટકાવવા માટે

દરેક મહિલાઓ દૂધ ગરમ કરવા મૂકે અને તે બીજા કામ પર લાગી જાય તો તેનું ધ્યાન રહેતું નથી અને ગેસ પર ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાઈને જતું રહે છે દૂધ તો જતું રહે છે અને સાફ સફાઈ પણ વધી જાય છે જો તમારે પણ આ બનાવ બનતો હોય તો દૂધને ઉભરાઈ જતું બચાવવા માટે આ ટિપ્સનો ઉપયોગ કરો એટલે દૂધ ઉભરાઈને બહાર નહીં નીકળે દુધ ને જે વાસણ મા ગરમ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો.જેથી દુધ ઉભરાઈને બહાર નહી નિકળે.

ભજીયામાં ખૂબ તેલ ચડી જતું હોય તો

ભજીયા બનાવતી વખતે ભજીયામાં તેલ ચડી જાય છે અને ભજીયા ખાવામાં સ્વાદિષ્ટ લાગતા નથી જો તમે ઘરે ભજીયા બનાવો છો અને ભજીયામાં તેલ ચડતું અટકાવવા માટે આ રીતે ભજીયા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી ભજીયા બનશે અને ભજીયા તેલ ખૂબ ઓછું પીશે ભજીયા બનાવતાં સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરામાં ૧ લીંબુ નો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછુ બળસે અને ભજીયા નો સ્વાદ પણ સારો આવશે.

ફ્રિજમાંથી આવતી વાસ દૂર કરવા માટે

ફ્રીજમાં વંદા થતાં અટકાવવા માટે શું કરવું વેકેશનના દિવસોમાં તમે બહારગામ જાઓ છો અને બંધ રહેલા ફ્રીજ ફ્રિજમાં વાસ આવે છે અને જીવાત થઈ જાય છે તો ફ્રીજમાં જીવાત થતી બચાવવા માટે અને ફ્રિજમાં આવતી વાસ દૂર કરવા માટે આટલું કરો બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલા તેમાં છાપાના ટુકડાં નાં મોટા મોટાં ગોળા બનાવી ફ્રીઝ માં મુકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો. જેથી ફ્રીઝ માં વાસ આવશે નહિ અને જીવાત પણ થશે નહિ.

શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે શાકની ગ્રેવી ઘટ્ટ કરવાં માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

કાપેલા સફરજન કાળા નહીં પડે

સફરજન કાપીને રાખવાથી વધારે સમય થાય એટલે સફરજન કાળા પડી જાય છે કાપેલા સફરજન કાળા થતા અટકાવવા માટે આટલું કરો કાપેલા સફરજનમાં લીંબુના થોડાં ટિંપા નાખવાથી તેનો ઉપરનો ભાગ કાળો નહિ પડે.

ઘરે બનાવેલ માખણ માંથી ઘી બનાવ્યાં પછી પાછળ વધેલા મિશ્રણ ને ફેંકી ન દેતા એને ઠંડા પાણીમા થોડીક વાર રહેવા દઈ ૫-૬ કલાક ફ્રીઝ માં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પુરી, પરોઠા કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો. લોટ નાં ડબ્બા માં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહિ અને લોટ લાંબો સમય સુધમાં તાજો રહેશે.

કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવુ હોય તો ઘીમાં શેકેલી ડબલરોટી નો ભુક્કો તેમાં મિક્સ કરી દ તેનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે ટેસ્ટી પણ બનશે.

પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમાં ૧:૫ નાં પ્રમાણ માં સોયાબીન નાં દાણા ઉમેરો.

લીલાં મરચાં ને ફ્રીઝ માં વધુ દિવસ સુધી રાખવા માટે તેની દાંડી ને તોડીને એરટાઈટ ડબ્બા માં રાખો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here