તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ

0
14

દરેક મહિલાઓને ઘરે કામમાં આવે તેવી કિચન ટિપ રસોઈ ટીપ અને હેલ્થ ટિપ્સ અમે તમને આજે જણાવીશું તે ઘરે જરૂર અજમાવી જોજો અને જો આ ટીપ તમને કામ લાગે તો કમેન્ટ કરીને જણાવજો. જો તમે બીજી કોઈ અવનવી ટિપ્સ મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો. દરેક મહિલાઓને આ ટિપ્સ ઘરનું કામ એટલું સરળ બનાવી દેશે કે તેમને ઓછી મહેનતમાં વધુ કામ નીકળશે

જો તમને અચાનક ફ્લુ નો તાવ ચડે અને રાત્રે હોસ્પિટલ જાવ એ પહેલા આટલું કામ કરી લો તો કલાકમાં તમારો ફલુનો તાવ ઉતરી જશે અને તમે સવારે હોસ્પિટલ જઈ શકશો, ફલુનો તાવ ચડ્યો હોય તો તુલસીના પાનને ધોઈ તેમાં મરીનો ભૂકો મેળવી ને ચાવીને ખાવા શરૂ કરો જેમ જેમ તુલસી મરીનું મિશ્રણપેટમાં જતું જશે તેમ તેમ ફુલુનો તાવ ઊતરતો જશે. કલાક-દોઢ કલાકમાં તો તાવ ગયો સમજો.

માથામાં ગમે તેવો દુઃખાવો થતો હોય તો તે વગર દવાએ ચમત્કારિક રીતે ઊતરી જઈ શકે. એક ડુંગળીને ખૂબ છૂંદી નાંખો અને ચટણી જેવું બનાવો. પગના તળિયે આ ચટણીનું માલિશ કરો. જેમ જેમ માલિશ કરતાં જશો તેમ તેમ માથાનો દુઃખાવો હળવો પડતો જશે.

તમને ઘણી વખત દાંતમાં અસહ્યો દુખાવો થતો હોય છે જેમ કે ઘણા લોકોને ઠંડુ થાય તો દાંતમાં દુખાવો થાય છે અને કેટલાક એવા લોકો હોય છે કે જે ગળ્યું એટલે કે ગોળ ખાંડ જેવી ગળી વસ્તુ ખાય એટલે તેમના દાંતમાં દર્દ થાય છે તો આ દર્દ મટાડવા માટે ઘરે આ પ્રયોગ જરૂર કરીને જોજો અશોક અશોક વૃક્ષનાં પાંદડાં પાણીમાં ઉકાળો હવે આ ઉકાળો ઠંડું પડ્યા પછી એ પાણીથી કોગળા કરવાથી દાંતનું દર્દ ગાયબ થઈ જશે.

મધમાખી કે ભમરી કરડે તો બળતરા થાય છે જે દુખાવો બહુ ઓછા લોકો સહન કરી શકે છે તો આ મધમાખી અને ભમરી કડવાની જે બળતરા થાય છે તે બળતરા થી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ મધમાખી કે ભમરી કરડે તો તેના ડંખ ઉપર કાચી ડુંગળીનો રસ અથવા ખાવાનો ચૂનો લગાડી દો. બળતરામાં તરત રાહત થશે.

ઉનાળાની ભયંકર ગરમીમાં લોકોને અળાઈ નીકળે છે આ અળાઈ બેસાડવા માટે શું કરવું જોઈએ, અળાઈઓ ઉપર તમાલપત્ર પીસીને લેપ કરો. એક કલાક પછી ન્હાઓ. તમાલપત્ર ઉકાળીને એ પાણીથી ન્હાઓ. સળંગ ત્રણ-ચાર દિવસ આ પ્રમાણે કરવાથી અળાઈઓ બેસવા માંડશે.

પગની પીંડીઓમાં અસહ્ય કળતર થતું હોય તો સીધા ઊભા રહી ઢીંચણમાંથી પગ વાળ્યા વગર કમરમાંથી ઝૂકીને બંને હાથ નીચે જમીનને અડકાડવા. ન અડકે તો પણ જેટલે સુધી નીચે લઈ જવાય ત્યાં સુધી લઈ જવા. બીજી જ મિનિટથી ગમે તેવું કળતર હોય તો પણ દૂર થઈ જશે.

જ્યારે અચાનક ખૂબ જ ઉધરસ શરૂ થઈ જાય છે અને આ ઉધરસ કોઈ વાતે બંધ થતી નથી તો આજે હું તમને એક એવી નુસખો બતાવીશ કે તમારી ઉધરસ બિલકુલ બેસી જશે જ્યારે તમને ખૂબ ખાંસી ચડી હોય તો મીઠાનો આખો ગાંગડો મોંમાં રાખીને ચૂસો આમ કરવાથી મિનિટોમાં જ તમારી ખાંસી બિલકુલ બેસી જશે. જ્યારે જ્યારે તમને ખાંસી ચડે અને બંધ થવાનું નામ ન લે ત્યારે આ પ્રયોગ જરૂર કરવો જોઈએ

જો તમને બ્લડ પ્રેશરની તકલીફ હોય કે બ્લડપ્રેશરની તકલીફ ન હોય તો પણ બ્લડપ્રેશરની તકલીફથી બચવા માટે દરરોજ રાત્રે સૂતી વખતે શવાસન કરવાથી પ્રેશરની તકલીફમાંથી બચી જવાય છે. અને તમારું શરીર પણ તંદુરસ્ત રહે છે અને તમારું મગજ પણ સ્વસ્થ રહે છે. સવાસન કરવાથી મગજને ખૂબ શાંતિ મળે છે

ઘણી મહિલાઓને હાથમાં મહેંદી મૂકે ત્યારે મહેંદીનો કલર ઓછો આવે છે અને મહિલાઓ પરેશાન થઈ જાય છે જો તમારી હાથમાં મૂકેલી મહેંદી નો કલર વધુ લેવો હોય તો આટલું કરો તો એકદમ મહેંદી ન કલર ઘાટો આવશે મેંદી મૂકતાં પહેલાં તેમાં થોડો ભીંડાનો રસ મેળવી દેશો તો તેનો રંગ વધુ ગાઢ થશે અને લાંબો સમય ટકશે.-

ખૂબ મેલી થઈ ગયેલ છત્રીને સાફ કરવા માટે આટલું કરો છત્રી તમારી ચમકી ઉઠશે છત્રી મેલી થઈ ગઈ હોય તો નવસારના પાણીથી સાફ કરો. છત્રી ચમકી ઊઠશે.-

વાસની ચટાઈ એવી છે કે એમાંથી થોડાક સમયમાં તે તૂટી જતી હોય છે વાસને ચટાઈને લાંબો સમય સુધી બચાવી રાખવા માટે આટલું કરો વાંસની ચટાઈની ચારે બાજુ ગોટની પટ્ટી મૂકીને સીવી લો તો દેખાવમાં આકર્ષક લાગશે અને સાથે એનું આયુષ્ય પણ વધશે.

વાળ ખરતા હોય તો એક ચમચા કોપરેલમાં એક ઈડું ફીણીને વાળના મૂળમાં લગાવો. પાંચ મિનિટ પછી ધોઈ નાંખો. એનાથી વાળ ખરતા બંધ થઈ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here