દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ

દહીં મેરવવામાં થોડોક ફેરફાર રહી જાય તો દહીંમાં પાણીનો ભાગ થઇ જાય છે અને દહીં પોળા જેવું બનતું નથી એટલે ખાવામાં મજા આનાથી આવતી શું તમારે દહીં ઘટ્ટ કરવું છે ? મુંઝાશો નહીં તેમાં મેળવણ નાખતી વખતે થોડોક કોર્નફ્લોર ભેળવી દો. આમ કરવાથી દહીં એકદમ પોળા જેવું બનશે અને ઘાટું રહેશે

ઘણી વખત એવું બને છે કે ભાત બાફી એટલે વધુ બફાઈ જાય છે અને ખીર જેવા બની જાય છે જેથી દાળ ભાત સાથે આ વધારે બફાય ગયેલા ભાત નથી ભાવતા તો આ ટીપ્સ અપનાવી જુઓ જેથી કરીને તમારા ભાત વધુ નહિ બફાય અને એકદમ દાણા છુટા થશે ભાત વધુ રંધાઈ જશે એવો ડર છે તો શું કરવું ? આ રહ્યો દેશી ઉપાય ઉકળતા ચોખામાં થોડા ટીપાં તેલનાં નાખી દો. એટલે ભાત લોંદા જેવા નહિ થાય છુટા છવાયા બનશે

પડદાં જુના થઈ જાય એટલે ગમતા નથી અને પડતા નાખી દેતા પણ જીવ ચાલતો નથી તો શું કરવું હવે જે પડદા જુના થઇ ગયા છે અને તેને કાઢી નાખી અને નવા પડદાનું કાપડ લઈ આવો અને જુના પડદાનો અસ્તર તરીકે ઉપયોગ કરો. આમ તમારા જુના પડદા પણ સચવાય જશે અને પડદા પણ નવા થઇ જશે

કીડીનો ઉપદ્રવ વધી ગયો છે અને કીડીનો ચોક લગાવો તો બાળક તે મોમાં નાખી દેવાનો બીક લાગે છે જો કીડીને દવા વગર દુર કરવી હોય તો આટલું કરો કીડીને કાકડીની દુર્ગંધ ગમતી નથી. જે જગ્યા પર કીડીનો ઉપદ્રવ હોય ત્યાં કાકડીની છાલ મૂકી દો આથી તે જગ્યા પર કીડી ફરકશે નહીં.

બહુ ઘાટા કલરના કપડામાંથી કલર જતો હોય તો અને એકબીજા કપડામાં કલર બેસી જાય છે તો શું કરવું રંગીન કપડાનો રંગ ઉતરે છે ? છેલ્લા પાણીમાં ધોતી વખતે થોડો વિનેગાર નાખો એટલે કપડામાંથી કલર નહિ જાય અને એકબીજામાં કલર નહિ ચોટે. સફેદ કપડાની ચમક જાળવી રાખવા માટે સફેદ કપડા ધોતી વખતે ડિટરજન્ટ પાવડર સાથે થોડોક બ્લિચિંગ પાવડર નાખવાથી કપડાંની ચમક, સફેદાઈ વધશે, ઉપરાંત દરેક જાતનાં ડાઘા દૂર થશે.

મખમલના પોષાક પરથી કરચલી દૂર કરવા માટે શું કરવું ? ગરમ ગરમ પાણીની બાલદી ભરી બાથરૂમ બંધ કરી દેવાથી બાથરૂમમાં ગરમ પાણીની બાફ રહેશે. વરાળવાળા બાથરૂમમાં કપડાં લટકાવી રાખો. આમ કરવાથી મખમલના કપડા પરથી કરચલીઓ જતુઈ રહેશે

જરી વારી વસ્તુ વધારે સમય પડી રહેવાથી જરી કાળી પડી જાય છે આમ જરીને કાળી પડતી રોકવ માટે શું કરવું જોઈએ ? જરી વારા કપડાના કબાટમાં અજમાની પોટલી મૂકી દો, નાની ઝિપલોગ બેગમાં પણ અજમો ભરી મૂકી શકાય આમ

ઘરે આઈસ્ક્રીમ બનાવતી વખતે આઈસ્ક્રીમમાં પાણીનો ભાગ જામી જાય છે આમ આઈસ્ક્રીમ ઘટ્ટ બનાવવો છે તો શું કરવું ? આઈસ્ક્રીમ બનાવતી વખતે તેમાં દૂધનો થોડો પાવડર ભેળવી દો. આથી આઈસ્ક્રીમ ઘટ્ટ બનશે જામશે નહિ

અથાણાને લાંબા સમય સુધી તાજું રાખવા માટે અથાણામાં સરકો ઉમેરવાથી અથાણું લાંબા સમય સુધી તાજું રહેશે અને અથાણામાં ફૂગ થતી અટકી જશે મટર-પનીરના શાકમાં એક કપ દૂધ નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે.

ચણાના લોટની બરફી સ્વાદિષ્ટ બનાવવા માટે બરફી બનાવતી વખતે એમાંં મગની થોડી દાળનો લોટ ભેળવી દેવાથી બરફી સ્વાદિષ્ટ થશે. નારંગીની છાલને ધીમા તાપે એટલી પકવો કે એ કડક બની જાય, પછી છાલનો પાવડર બનાવવો, આ પાવડરનો કેક, હલવામાં ઉપયોગ કરવાથી વાનગી નારંગી જેવી સુગંધીદાર તથા સ્વાદિષ્ટ બનશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles