સુકાઈ ગયેલ મસ્કરા ફરી ઉપયોગ કરવા માટે તમારી મસ્કરા ખલાસ થઈ ગઈ છે એમ લાગે તો એને એકાદ કપ જેટલા ઉકળતા પાણીમાં થોડી વાર ઊભી રાખી દો. એનાથી કમસેકમ એક અઠવાડિયું ચાલે એટલી મસ્કરા નીકળશે.
ખરાબ થઈ ગયેલ તકિયાના રૂ નો બીજી વખત ઉપયોગ કેવી રીતે કરવો ખરાબ થઈ ગયેલા જૂના તકિયામાંથી ફોમ, રૂ વગેરે કાઢીને તેનો ઉપયોગ સોફ્ટ ટોયઝ બનાવવામાં થઈ શકે.
બરણી કે બોટલ નું ઢાંકણું ખૂલતું ન હોય તો ટિપ્સ જરૂર અપનાવજો કોઈ બરણી કે બોટલનું ઢાંકણું ન ખૂલે ત્યારે નટક્રેકર વાપરી જુઓ, એનાથી પકડ સારી રહેશે અને પરસેવાથી તમારી આંગળીઓ લપસી નહિ જાય.
આઈબ્રો પ્લક કરતી વખતે છુટા છવાયા વાળને કન્સીલરથી આવરીને જોઈ લો. પછી જરૂર લાગે તો જ આઈબ્રો પ્લક કરો. એનાથી બિનજરૂરી પ્લકિંગ ટાળી શકાશે.
ખીલ અને બ્લેક હેડ્સ થી કાયમી છુટકારો મેળવવા માટે ખીલ અને બ્લેક હેડ્સથી છૂટકારો મેળવવા માટે કડવી કાકડીને કાપીને ચહેરા પર ઘસો. થોડીવાર રહેવા દો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
એક ચમચો દૂધ અને એક ચમચો બદામના તેલમાં તુલસીના સૂકા પાનનો ભૂકો મેળવી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને હળવે હાથે ચહેરા પર ઘસવાથી ખીલ, કાળા દાગ વગેરે દૂર થશે.
સૂકી ત્વચા માટે ઉત્તમ માસ છે આ જરૂર ટ્રાય કરજો અને તમારા મિત્રોને પણ જણાવજો જો તમારી ત્વચા સૂકી હોય તો પાકા કેળાંનો માવો કરી તેમાં એક ચમચી મધ અને થોડાં લીંબુંના ટીપાં ભેળવી ચહેરા પર લગાવો. સૂકી ત્વચા માટે આ ઉત્તમ માસ્ક છે.
બારી ના કાચ અને અરીસાને ચકિત સાફ કરવા માટે આટલું કરો છાપાનાં કાગળને ભીનો કરી તેના પર થોડી ટુથપેસ્ટ લગાવો. અરીસા પર તે જ્યાં સુધી સૂકાઈ ન જાય ત્યાં સુધી ઘસો. અરીસો ચકચકિત થઈ જશે.
દાળ કે સંભાર બનાવતી વખતે તેમાં બે-ત્રણ લવિંગ નાખશો તો દાળ લાંબા સમય સુધી બગડશે નહીં અને તેના સ્વાદ તથા સોડમમાં પણ વધારો થશે.
ભાત રાંધતી વખતે તેમાં અડધું લીંબુ નીચોવી દેશો તો ભાત સફેદ અનેછૂટો થશે.
મીણબત્તી લાંબા સમય સુધી ચાલે એ માટે આ પ્રયોગ જરૂર કરજો મીણબત્તીને વાપરતાં પહેલાં થોડા કલાક રેફ્રિજરેટરમાં મૂકી દેશો તો તે લાંબા સમય સુધી પ્રકાશ આપશે.
એકવાર જરૂર અજમાવી જુઓ અને જો આ ટિપ્સ સારી લાગે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને જો તમે કોઈ અન્ય હેલ્થ ટિપ રેસીપી ટીપ્સ કે પછી કિચન ટિપ્સ મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવશો તો અમે પૂરતી કોશિશ કરશુ તે પોસ્ટ બનાવવા માટે મારો આ આર્ટીકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર