ચીકનગુનિયા એક વાર થાય એટલે આખું વર્ષ દરમિયાન પગમાં દુખાવો થાય છે ખાસ પગની એડીમાં ખુબ દુખાવો થાય છે પગની એડીનો દુ:ખાવો પણ પીડાદાયક હોય છે. આમ પગની એડીમાં થતો દુખાવાથી રાહત મેળવવા માટે આ ઉપાય જરૂર ઘરે અજમાવજો જો ફેર પડે તો મિત્રો સાથે શેર કરજો કોઈક ને કામ લાગી જશે અને પુણ્યનું કામ થય જશે
પગની એડીમાં થતો દુખાવો મટાડવા માટે આટલું કરો
મેથીના દાણા જરાક દીવેલ મુકીને આછા પાતળા શેકી નાખવા પછી તેનો અધકચરો ભૂકો કરી રાખવો. આ ભૂકો સ્વર સમજ એક-એક ચમચી પાણી ફાકીની જેમ પીવાથી ફાયદો થાય છે
તેમજ મકાન બાંધવાની રેતીને લોખંડના વાસણમાં મૂકી ગરમ કરવી. રેતી ગરમ થઈ જાય પછી તેને જાડા વસ્ત્રમાં પોટલી બાંધી લેવી ગરમ રેતીની પોટલીથઈ એડીના દુખાવા પર શેક કરવાથી દુખાવામાં ફાયદો થાય છે
અથવા તો ઠંડો શેક પણ કરી શકો છો બરફનો ટુકડો કપડામાં વીતી પગની એડી પર શેક કરવાથી દુખાવામાં ફાયદો થાય છે દિવસમાં ત્રણ-ચાર વખત ૧૦ મિનિટ સુધી બરફ લગાડવો
પગની એડીના દુખાવાથી કાયમી રાહત મેળવવા આટલું કરો
- વજનનું નિયંત્રણ કરવું ખુબ જરૂરી છે
- નિયમિત કસરત કરવાથી ફાયદો થાય છે
- ઘૂંટણના સાંધાના વધારે પડતા ઉપયોગથી બર્સામાં ઈજા, બળતરા તથા સોજો આવી જાય છે. જે રોગને રીટરો કેલ્કેનિયલ બર્સાઈટીસ કહેવામાં આવે છે. એડીની તકલીફનું મુખ્યત્વે કારણ વધારે પડતું ચાલવું, દોડવું તથા કૂદવું હોઈ શકે છે. ઊંચી હિલનાં જૂતાં પહેરવાથી આ રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અથવા જીમમાં ખૂબ જ ઝડપથી વર્કઆઉટ કરવાથી પણ આ તકલીફ થાય છે.
- બંને પગ પર સરખું વજન આપીને ચાલવું., સારા ગુણવત્તાવાળા બૂટ – ચંપલ પહેરવાં.
લાગેલ કાંટો ઊંડો જતો રહ્યો હોય અને બહાર કાઠવા માટે બરફ ઘસવાથી કાંટો ઉપર આવી જશે આ પ્રયોગ મેં ખુદ અપનાવેલ છે વધુમાં વધુ શેર કરજો
- દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી
- શિયાળામાં ખાવ ભરપુર માત્રામાં આ બધા શાકભાજી અને ફ્રુટ થશે અનેકગણા ફાયદા | health benefits
- કપડામાં ચોટેલ રૂછડા અને વાળ દૂર કરવા માટે | સુકા આદુની છાલ ઉતારવા માટે | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ | winter tips
- ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | પીતાંબરી વગર પિત્તળના વાસણો સાફ કરવા માટે | kitchen hacks
- kitchen tips and rasoi tips: દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ અને રસોઈ ટીપ્સ