પિઝા બાળકો ને બહુ જ ભાવે. ગમે ત્યારે પૂછો કે શું ખાવું છે તો પિઝા એમ જ કહે। પીઝા બનાવા માટે સૌથી જરૂરી વસ્તુ છે પિઝા સોસ. પિઝા નો સ્વાદ એના સોસ ના લીધે જ આવે. બહાર મળે એવા જ પિઝા ઘરે બનાવા હોય તો પિઝા સોસ એકદમ બરાબર અને પરફેક્ટ હોવો જોઈ એ. ઘણા બધા ઘરે પિઝા સૌસે બનાવતા હોય છે પણ બહાર ડોમિનોઝ અને પિઝા હટ જેવો સોસ ઘરે બનતો નથી કેમકે તેમાં એક જરૂરી વસ્તુ કોઈ નાખતું નથી. એ છે નાની અને હેલ્થી વસ્તુ પણ એનો સ્વાદ માં બહુ ફરક પડે છે. અને એ છે તુલસી, તુલસી નાખવા થી પિઝા ના સ્વાદ માં બહુ ફરક પડી જાય છે. એક વાર તમે ઘરે જયારે પિઝા સોસ બનાવો ત્યારે આ રીતે બનાવો અને તેમાં તુલસી જરૂર થી નાખજો. તો હવે શીખી લો અને ઘરે જ બનાવો ડોમિનોઝ અને પિઝા હટ જેવો પિઝા સોસ. પીઝા સોસ રેસિપી સામગ્રી ૮ પાકા લાલ ટામેટા , ૧ ચમચી તેલ (સ્વાદ વગરનું) , ૧ ચમચી લસણ, ઝીણું સમારેલું .૧ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર , ૧/૨ ચમચી મરી નો પાઉડર ,૧ ચમચી ઓરેગાનો , ૧૦-૧૨ તુલસી ના પાંદડા , મીઠું સ્વાદ અનુસારપીઝા સોસ બનાવવાની રીત :ટામેટા ને બરાબર ધોઈ લો અને નીચે ની બાજુ ચાર કાપા પાડો હવે એક તપેલી માં પાણી ગરમ કરો અને તેમાં ટામેટા ઉમેરો ટામેટા ૨-૩ મિનિટ સુધી ચડવા દો હવે ટામેટા ને ગરમ પાણી માંથી કાઢી લો અને ઠંડા પાણી માં નાખો ટામેટા માંથી ઠંડુ પાણી કાઢી લો અને બધા ટામેટા ની છાલ ઉતારી લો મિક્ષર જાર માં બધા ટામેટા લઇ તેને બરાબર એક રસ થાય ત્યાં સુધી પીસી લો હવે આ પીસેલા ટામેટા ને ગાળી લો જેથી બધા બીયા નીકળી જાય એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં લસણ ઉમેરો લસણ શેકાય જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી નાખી દો અને ૫ મિનિટ ઉકળવા દો પછી તેમાં ખાંડ, મીઠું, ઓરેગાનો, મરી નો પાઉડર મિક્ષ કરો અને ૨-૩ મિનિટ સુધી ઉકળવા દો હવે તેમાં તુલસી ના પાંદડા મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો તો તૈયાર છે પિઝા સોસ