આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ #વટાણા #સરગવા #લસણ #ડુંગળી

0
4

થોડાક દિવસ પહેલા મુકેલ પોસ્ટ આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ તેમાં આવેલ કમેન્ટ ને ધ્યાન માં રાખીને ફરી આ સુકવણી કરવા માટેની પોસ્ટ મુકું છું આવો જ સાથ સહકાર તમારા બધાનો મળી રહે અને કમેન્ટ કરતા રહો તમારો કહું ખુબ આભાર વધુમાં આવે આવેલ કમેન્ટ પરથી આ વટાણા સુકાવણી કરવાની રીત । સરગવાની સુકવણી કરવાની રીત । ગુવારની સુકવણી કરવાની રીત

વટાણા સુકવણી કરવાની રીત:

વટાણા ફ્રોઝન એટલે કે ફ્રીઝમાં સ્ટોર કરીને ન રાખવા જોઈએ એના કરતા જો વટાણાની સુકવણી કરીને સ્ટોર કરવામાં આવે તો સીઝન વગર વટાણા જરૂર પડે ત્યારે વાપરી શકાય છે ફ્રોઝન કરેલ વટાણા ખુબ નુકશાનકારક છે. શિંગોની સુકવણી કરી બીજ તૈયાર કરવા માટે રાખવામાં આવે છે. વટાણાની શિંગોમાંથી દાણા કાઢી તેની સુકવણી કરવા શિંગો ઉતારીને છાંયડામાં હવાની અવર-જવરવાળી જગ્યાએ ફેલાવીને રાખવામાં આવે છે. તે શિંગો સુકાયા બાદ દાણા કાઢીને 2થી 3 દિવસ સૂર્યપ્રકાશની ગરમીથી પૂરતો ભેજ ઊડી જાય તે રીતે સૂકવી દાણાનો સંગ્રહ કરવાથી દાણા લાંબા સમય માટે સાચવી શકાય છે અને દાણાનો લીલો રંગ પણ જળવાઈ રહે છે. વટાણા સુકાઈ જાય પછી તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખવામાં આવે આ વટાણા તને આખું વર્ષ દરમિયાન સ્ટોર કરી શકો છો બને ત્યાં સીધી મોટા દાણા વારા વટાણા નો ઉપયોગ સુકવણી માટે કરવો જોઈએ

સરગવાની સુકવણી કરવાની રીત : સરગવાની સુકવણી આખું વર્ષ દરમિયાન સ્ટોર કરી શકાય છે સરગવાનો પાવડર બનાવી રાખવો જોઈએ જેથી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. સરગવાની સીંગ સહીત સરગવાના પાનની સુકવણી પણ કરી શકાય છે સરગવાના પાનની સુકવણી કરીને તમે સરબત કે દાળમાં નાખીને ઉપયોગ કર શકો છો સરગવાની શીંગની સુકવણી કરવા માટે સરગવાની શિન સૌ પ્રથમ શુદ્ધ પાણીથી ધોઈ લેવી અને સરગવાની સીંગને ધોઈને, તેની છાલ ઉતારીને કાપા કરીને શીંગના નાના ટુકડા કરી લેવા અને તડકે સુકવામાં મુકવા સુકાઈ જાય પછી મીક્સરમાં પાવડર કરી લેવો અને એરટાઈટ ડબ્બા માં ભરીને સ્ટોર કરવો તો તૈયાર છે આપણા સરગવાનો પાઉડર. તે રોટલી, ભાખરી, પૂરી વગેરેમાં એક ચમચી ઉમેરીને વાપરી શકાય છે.
સાંધાના દુખાવામા આ અકસીર ઉપાય છે (દળવાળો સરગવો ઉપયોગમાં લેવો )

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

લસણની સુકવણી :

હાલમાં લસણના પાવડરની નિકાસ કરવાની પ્રક્રિયા ખૂબ જ પ્રચલિત થતી જાય છે. આ માટે સૌ પ્રથમ લસણની કળીઓને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને પ૦ થી ૬૦ અંશ સે. ઉપર સુકવણી કરવામાં આવે છે. આ રીતમાં બ્લેચીંગ કરવામાં આવતું નથી અને ત્યારબાદ બાદ તેનો ભૂકો કરવામાં આવે છે. લસણના પાવડરનો ઉપયોગ રાંધવામાં તેમજ સુપ પાવડરની બનાવટમાં વપરાય છે. લસણનો પાવડર ખૂબ જભેજ ગ્રહણ કરે તેવો હોય તેનું પેકીંગ હવા ચુસ્ત કરવું પડે. નહીંતર તેનો રંગ બદલી જાય. આ કલરની ફીકાશ ૩૭ અંશે સે. ઉપર સૌથી વધુ હોય છે અને ૦–ર અંશ સે. ઉપર સૌથી હોય છે. આ પાવડરનો ભેજ જો પાંચ ટકા ઉપર રાખવામાં આવે અને પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરવામાં આવે તો ૩૭ અંશ ઉષ્ણતામાન ઉપર પણ કલરની ફીકાશ પડવાનો દર ઘટાડી શકાય છે.

ડુંગળીની સુકવણી :

સૌ પ્રથમ ડુંગળીના ઉપરના ફોતરા દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ ૦.રપ સે.મી. જાડાઈની સ્લાઈસ બનાવવામાં આવે છે. આ સ્લાઈને પ ટકા મીઠાના દ્રાવણમાં ૧૦ મીનીટ માટે ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ આ દ્રાવણ દૂર કરવામાં આવે છે. હવે તૈયાર થયેલ સ્લાઈસને ૬૦ થી ૬પ અંશ સે. ઉષ્ણતામાન ઉપર ૧૧ થી ૧૩ કલાક માટે સુકવવામાં આવે છેફ ત્યારબાદ આ સુકવણી કરેલ ડુંગળી ની સ્લાઈસનો પલ્વરાઈઝર વડે પાવડર બનાવી પેક કરવામાં આવે છે. આ પાવડરનો ઉપયોગ સુપની બનાવટમાં અને રસોઈમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે સફેદ અને તીખી ડુંગળી ચુકવણી માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પાવડરના કલરની ફીકાશ અટકાવવા માટે તેમજ કલર ટકી શકે તે માટે તેને ૪ ટકાના ભેજ ઉપર પેક કરવામાં આવે છે. આ પાવડરના કલરની ફીકાશ અટકાવવા માટે તેમજ કલર ટકી શકે તે માટે તેને ૪ ટકાના ભેજ ઉપર પેક કરવામાં આવે છે.

શાકભાજીની સુકવણી કરી અથવા પાઉડર બનાવી પેકીંગમાં તૈયાર કરવામાં આવે છે. ડીહાઈડ્રેશન દ્વારા ડુંગળીના પતીકા અને પાઉડર બનાવીને તેમજ લસણની કળીઓની સૂકવણી કરીને તથા તેનો પાઉડર બનાવીને નિકાસ કરવામાં આવે છેતેમજપાંદડાવાળા શાકભાજી જેવા કે મેથી, પાલક, ધાણા, મીઠો લીમડો, ફૂદીનો વગેરે જેવા શાકભાજીની સુકવણી કરીને સ્થાનિક તેમજ વિદેશોમાં નિકાસ કરી શકાય છે.

ગુવારની સુકવણી કરવાની રીત : ગુવારની શીંગ સૂકવીને કેસરી બનાવવામાં આવે છે આ કચરી તેલમાં તરીને ખાવાથી ખુબ ટેસ્ટી લાગે છે સૌપ્રથમ દેશી ગવાર ને ઘોઈ સાફ કરી કોટન ના કપડા માં પાથરી તડકે સુકવવો. ૩ થી ૪ દિવસ માં ગવાર સુકાઈ જશે જેને એર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકાશે યારબાદ તેલ ગરમ કરી સુકવણી કરેલો ગુવાર તળી લેવો. તળેલા ગવાર ઉપર લાલ મરચું પાઉડર, મીઠું,ચાટ મસાલો, ઘાણાજીરુ, ઉમેરી મિક્સ કરી સર્વ કરો.

આ પણ વાંચો :

દેશી ગાજરને સ્ટોર કરવાની રીત વાંચવા અહી ક્લિક કરો

મેથીની સુકવણી રીત વાંચવા અહી ક્લિક કરો

કોથમીરની સુકવણી વાંચવા અહી ક્લિક કરો

આદુની સુકવણી વાંચવા અહી ક્લિક કરો

ગુલાબની સુકવણી કરવાની રીત વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here