દરેક મહિલાઓને કામમાં આવે તેવી કિચન ટિપ્સ અને ઘરગથ્થુ ટિપ્સ

2
9

ગરમ મસાલો ન હોય અને ગરમ મસાલાની ઉણપ દૂર કરવા માટે જીરું અને મરી વાટીને નાખવાથી ભૂકો શાકમાં નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ શાકની સોડમ પણ ખૂબ વધશે.

ઘણી વખત ફ્રીજમાં એકબીજી વસ્તુની દુર્ગંધ બેસી જતી હોય છે આટલું કરવાથી ફ્રીજમાં ખધયપદાર્થની ગંધ દૂર થશે એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે.

રસોઈ બનાવટી વખતે મહિલથી ક્યારેક શાકમાં મીઠું ઓછું થાય છે ક્યારેક મીઠું વધી જે છે મીઠું ઓછું થાય તો આપણે મીઠું નાખી શકીએ છીએ પરતું જો શાક કે દાળમાં મીઠું વધી જે તો આટલું કરો રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો બ્રેડની બે-ત્રણ સ્લાઇસ નાખી દેવી. તે વધારાનું મીઠું શોષી લેશે.

પિત્તળના વાસણને ચકચકિત કરવા માટે આટલુ કરો પિત્તળના વાસણ આમલીના પાણીથી સાફ કરવાથી વાસણ ચકચકિત થાય છે. બટાકાની છાલ પિત્તળના વાસણે ઘસવાથી વાસણ પરના કાળા ડાઘ દૂર થશે.

નોનસ્ટિક વાસણને કેવી રીતે સાફ કરવાથી લીસોટા નહીં પડે : નોનસ્ટિક વાસણને આ રીત થી સાફ કરો લીસોટા નહીં પડે નોનસ્ટિક વાસણ સરકાથી સાફ કરવાથી વાસણ સારા સાફ થાય છે.

કાંદા એટલે કે ડુંગળી સ્વાદમાં બે પ્રાક્રની હોય છે મીઠી અને તીખી અને તીખી ડુંગળીની તીખાસ દૂર કરવા માટે કાંદાને બરફના પાણીમાં ભીંજવી સમારવાથી કાંદાની તીખાશ ઓછી થાય છે.

ટામેટાંનો સૂપ સ્વાદિષ્ટ બનાવવા માટે ટામેટાના સૂપમાં થોડો ફૂદીનો ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે. ખીરને ઘટ્ટ કરવા થોડી ખસખસ વાટીને નાખવી. ભટૂરાના લોટમાં કિનારી કાઢેલી બે બ્રેડની સ્લાઇસ તથા દહીં ભેળવી લોટ બાંધવાથી ભટૂરા સ્વાદિષ્ટ બનશે. પૂરી કરકરી બનાવવા માટે પૂરી બનાવતી વખતે એક નાની ચમચી સાકર ભેળવવાથી પૂરી કરકરી બનશે.

શિયાળામાં મળતા પપૈયાનો ઉપયોગ આ રીતે કરો પપૈયું બગલી ગયું હોય તો નાખી દેવને બદલે કરો આવી રીતે પપૈયાંનો ઉપયોગ ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું. દુધીની છાલ ચહેરા પર નિયમિત રગડવાથી ચહેરો ચમકી ઉઠશે

દાંતના દુખવામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

કડક લીંબુ ને સોફ્ટ કરવા માટે આટલું કરો રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોેડીવાર નવસેકા પાણીમાં રાખવા.

બેટરીના સેલને લાંબો સમય સુધી ચલાવવા માટે આટલું કરો બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે.

વારંવાર નખ બટકી જતા હોય તો નખ પર લીંબુ ઘસવાથી ફાયદો થશે. અને નખ મજબૂત બનશે

કચોરી અને સમોસાં ક્રિસ્પી બનાવવા માટે આટલું કરો કચોરી અને સમોસા બનાવતી વખતે મેંદામાં એક ટેબલસ્પૂન વિનેગાર નાખવાથી ક્રિસ્પી બને છે.

શિયાળામાં દરેકને કોમ પ્રશ્ન ખૂબ ખંજવાળ આવે છે શિયાળામાં ખંજવાલથી રાહત મેળવવા માટે આટલું કરો આમળાના પાવડરમાં તેલ ભેળવી મસાજ કરવાથી ખંજવાળથી રાહત મળે છે.

જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઇ જાય તો પહેલા તેના પર સૂકો લોટ ભભરાવવો, પછી તેને અખબારથી લૂછવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઇ જશે.

મચ્છરનો ત્રાસ વધી ગયો છે તો મચ્છને ચપતિમાં ભાગડવા માટે કરો આ કામ સંતરાની સૂકી છાલનો ધૂમાડો રૂમમાં કરવો જેથી મચ્છરના ત્રાસથી રાહત અપાવશે, ઉપરાંત રૂમ મધમધી ઉઠશે.

ખાધી પદાર્થમાં જીવાત પડતી અટકાવવા માટે કારેલાની સૂકી છાલ મેંદો, ચણાનો લોટ તથા દાળના ડબ્બામાં રાખવાથી આ ખાદ્ય સામગ્રીમાં જીવાંત નહીં પડે.

સુકવેલા ફુદીનાના પાન શીશીમાં ભરી રાખવા. દહીંના રાયતા તથા કોઈ શાકમાં આ પાનનો ભૂક્કો કરી નાખવાથી શાક, તથા રાયતું સ્વાદિષ્ટ થશે.

ફોતરાવાળી મગની દાળ લીલાછમ ફોતરા દાળ ધોતી વખતે કાઢી લેવા, આ છોતરાં ઘઉંના લોટમાં ભેળવવા છોતરા ઉપરાંત લોટમાં મીઠું આદુ-મરચા, કોથમીર, કાંદા કાપી ભેળવી લોટ બાંધી પરોઠા બનાવવા. આ પરોઠા સ્વાદિષ્ટ લાગશે. ઉપરાંત પૌષ્ટિક બનશે.

ફ્લાવરના શાકના પાન ઝીણાં ઝીણાં સમારી તેમાં બારીક કાપેલા કાંદા તથા આદુ-મરચા ઉમેરી રાઈ-હિંગનો વઘાર કરવો, શાક સ્વાદિષ્ટ લાગશે. આદુની છાલ સૂકવી ચા ના ડબ્બામાં રાખવી ચા સુગંધિત થશે.

કારેલાની છાલને ધોઈ ઝીણી ઝીણી સમારી તેલમાં વઘારવી, તેમાં મરચાના ઝીણાં ટુકડા, મીઠું તથા થોડો આમચૂર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

લીંબુની છાલને એક શીશીમાં ભરી તેના ઉપર થોડું મીઠું ભભરાવી ત્રણ-ચાર દિવસ તડકામાં રાખવાથી સ્વાદિષ્ટ અથાણું બનશે.

શેતૂરના પાન માંકડના ઉપદ્રવને ઓછો કરવામાં સહાયક છે. ખાટલામાંથી માકડ દૂર કરવા શેતૂરના પાન પાથરી દો, માકડ ભાગી જશે. કડવા લીમડાની સૂકવેલી છાલ ઊની પસ્ત્રોમાં રાખવાથી વસ્ત્રોમાં જીવાત નહીં પડે.

જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઇ જાય તો | ઘડિયાળના સેલને લાંબો સમય સુધી ચલાવવા માટે | કડક લીંબુ ને સોફ્ટ કરવા માટે આટલું કરો | નોનસ્ટિક વાસણને કેવી રીતે સાફ કરવાથી લીસોટા નહીં પડે | ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર કરવા માટે

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here