દહીંની અલગ અલગ ચટણી બનાવવાની રીત । દહીંની ચટણી । chutney |

0
3

આ રીતે ઘરે બનાવો દહીંની ચટણી, ઘરના લોકો આંગળી ચાટતા રહી જશે
શિયાળાની ગુલાબી ઠંડીમાં ખુબ ભૂખ લાગે છે આ ભૂખમાં ચટપટી વાનગી અને નવી નવી રેસિપિ ખાવાનું મન થાય છે તમે ચટપટી વાનગી બનાવો તેની સાથે આ દહીંની ચટણી જરૂર બનાવજો ઘરના લોકો આંગળા ચાટતા રહી જશે અને વારંવાર બનાવવાનું કહેશે આવો શીખીએ દહીંની અલગ લગ ચટણી બનાવવાની રીત

દહીં અને લસણની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 1 કપ દહીં
  • ફુદીના ના પત્તા
  • સ્વાદ માટે મીઠું
  • લસણની 5-6 કળી

દહીં અને લસણની ચટણી બનાવવાની રીત નોંધી લો : સૌ પ્રથમ ફુદીનાના પાનને ધોઈ લેવા ત્યારબાદ લસણની છાલ કાઢી લો. ફૂદીનાના પાન અને લસણને મિક્સરમાં પીસી લો. હવે એક બાઉલમાં દહીં નાખો અને બધી વસ્તુઓને મિક્સ કરો.
લો તૈયાર છે દહીં અને લસણની ચટણી.

દહીં અને આદુની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • દહીં
  • આદુ
  • કોથમીર પાન
  • લીંબુ રસ
  • સ્વાદ માટે મીઠું
  • જીરું પાવડર
  • ચાટ મસાલા

દહીં અને આદુની ચટણી બનાવવાની રીત

સૌથી પહેલા કોથમીર અને આદુને પાણીથી ધોઈ લો, જેથી તેમાં ચોટેલી ગંદકી સાફ થઈ જાય. હવે બંને વસ્તુઓના જીણા ટુકડા કરી લો. હવે મિક્સરમાં દહીં અને આદુ નાખો.જીરું પાવડર, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું પીસી લો. હવે આ ચટણીને એક બાઉલમાં લઈ લો અને તેના
પર લીંબુનો રસ નીચોવો. તમારી. દહીં અને આદુની ચટણી તૈયાર છે.

tips: દહીંની ચટણી બનાવવા માટે દહીં ઘટ્ટ હોવું જોઈએ. જો દહીં ઘટ્ટ નહીં હોય તો ચટણી રસ જેવું લાગશે. જો દહીં ઘટ્ટ ન હોય તો, દહીંને ચાળણીમાં નાખી દો. હવે તેની નીચે એક બાઉલ મૂકો. હવે આ દહીંને રેફ્રિજરેટરમાં 2-૩ કલાક માટે રાખો. તમે જોશો કે દહીં ઘટ્ટ થઈ ગયું છે. એ વાતનું પણ ધ્યાન રાખો કે દહીં વધારે ખાટું ન હોવું જોઈએ. તેનાથી ચટણીનો સ્વાદ બગડી શકે છે. ચટણીમાં મીઠું અને મરચાનું ખાસ ધ્યાન રાખો. તમે પાઉડરને બદલે લીલા મરચાનો ઉપયોગ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here