અજમાવી જૂઓ આ ઘરગથ્થું ઉપાય તમને રસોઈ કિંગ અને કિચન કિંગ બનાવી દેશે પહેલાના જમાના માં આપણા દાદા દાદી આજ રીતે જીવન જીવતા હતા
જો તમને કઈ પણ વસ્તુ ખાધા પછી પેટમાં દુખતું હોય તો અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે. અને પેટમાં રહેલ જીવાણુનો નાશ થાય છે
શિયાળામાં ઘણા લોકોને હાથ માં ચામડી ઉતરતી હોય છે અથવા તો હાથ રુક્ષ થઈ જતા હોય છે આમ રૂક્ષ હથેળીને મુલાયમ એટલે કે નરમ કરવા બે ચમચી હુંફાળું રાઈના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી આમ આ તેલ હથેળીમાં ઘસવાથી હથેળી મુલાયમ થાય છે
ઘણી વખય કોઈ પ્રસંગ હોઈ કે લગ્ન માં લોકો જાંબુ વધારે પ્રમાણમાં ખાય લેતા હોય છે પછી શરદી કે બીમાર પાડવાની બીક લાગે છે આવી પરિસ્થિતિમાં જાંબુ વધુ પ્રમાણમાં ખવાઇ ગયા હોય તો થોડું મીઠું ખાવું. રાહત થશે.
જો ઘરમાં સ્ટોર કરેલ મગની દાળ, તુવેર દાળ, ચણાની દાળ માં જીવાત થી બચાવવા માટે બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં રાખવાથી તેમાં જીવાત નહીં પડે. તેમજ કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે.
બિસ્કિટ હવાઈ જશે નહિ આટલું કરો બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે.
હાઈ બ્લડ પ્રેશરથી રાહત મેળવવા માટે કારેલાંની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના બે-ચાર ટુકડા નાખવા. કાચી કેરી ની સીઝન હોય ત્યારે તમે સુકવણી કરીને દેવી
બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં લાભ થશે.
લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે.
ક્યારેક અચાનક તાવ આવે ત્યારે આટલું કરો ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.
જો નવે નવે કપડાં પર મ્હેંદીના ડાઘ લાગી ગયા હોય તો કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું.
સંતળાઈ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી. આમ કાંડાની તીવ્ર ગંધ ઓછી થી જશે
કાંદા વગર ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે કાંદા નાખ્યા વગર ગ્રેવીને ઘટ્ટ કરવા ખસખસ વાટીને નાખવી. આમ જે લોકો કાંદા ન ખાતા હોય એના માટે આ ખાસ પ્રયોગ છે
દાળનો સ્વાદ વધારવા માટે આટલું કરો દાળ ઉકાળતી વખતે જ તેમાં હીંગ નાખવાથી દાળનો સ્વાદિષ્ટ થાય છે.
આર્ટિફિશિયલ જવેલરીને કાળી પડતા અટકાવવા માટે આર્ટિફિશિયલ જવેલરી પર નેલ વૉર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે. આ જરૂર અજમાવી જોજો અને જો આ ટિપ્સ સારી લાગે તો મિત્રો સાથે જરૂર શેર કરજો
- હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks
- તમે ક્યારેય ન સાંભળી હોય તેવી કિચન ટિપ્સ અને રસોઈ ટીપ્સ
- દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
- તળિયે બેસી ગયેલા ભાતની વાસ દૂર કરવા | કોથમીર ને તાજી રાખવા | ઇડલીના ખીરાની ખટાશ દૂર કરવા | રાયના દાણામાં ભેળસેળ છે કે નહીં |લાદી માં થયેલા સીમેન્ટના ડાઘ દૂર કરવા કિચન ટીપ્સ | kitchen hacks and tips
- અલગ અલગ ચટાકેદાર અને ટેસ્ટી ચટણીની રેસીપી | chatni recipe | spicy chutney | chutney recipe
- હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks
- દાદીમાના 10 + નુસખા જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે | Dadi Maa Ke Nuskhe | helathtips un gujarati
- ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણી | નાસ્તા નું લિસ્ટ
- દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ
- દરેક મહિલાને કામમાં આવે તેવી સાવ મફતમાં ઘરગથ્થું ટીપ્સ | કિચન ટીપ્સ
- ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ કરવા માટે દરેક મહિલાને કામની કિચન ટીપ્સ, રસોઈ ટીપ્સ જરૂર
- દરેક મહિલાઓ માટે સુપર કિંગ રસોઈ ટીપ્સ જે તમને બનાવશે રસોઈની રાણી
- બગડતી રસોઈને સુધારવા માટેની 20 રસોઈ ટીપ્સ
- દરેકને કામની અગત્યની કિચન ટીપ્સ , રસોઈ ટીપ્સ અને હેલ્થ ટીપ્સ