એકવાર જરૂર અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપચાર અને મિત્રો સાથે શેર કરો

0
6

જે એસીડીટીની સમસ્યા હોય અને પેટમાં ગરમઝ રહેતી હોય તેને આ પ્રયોગ કરવો જોઈએ માખણ અને ખડી સાકરનો ભૂકો મિક્સ કરીને ખાવાથી પેટમાં ઠંડક થાય છે, એસીડીટી મટે છે. નિયમિત આ પ્રયોગ કરવાથી પેટમાં શાંતિ થાય છે એસીડીટીની સમસ્યા દૂર થાય છે . શરીરમાં થતી બળતરા શાંત કરવા માટે મોળી છાશમાં મીઠું અને વાટેલું જીરું નાંખીને પીવાથી શરીરમાં થતી બળતરા શાંત થાય છે.

મગજની શાંતિ માટે અને મગજને ઠંડક આપવા માટે દૂધીના ગરની પોટલી બનાવીને માથે મૂકવાથી માથાની ગરમી દૂર થાય છે. જો તમારા શરીરમાં ગરમી તો અને હાથ પગમાં પરસેવો બહુ વળતો હોય તો હાથ-પગના તળિયે મેંદી લગાડવાથી શરીરની ગરમી ઓછી થાય છે.

લીંબુને લાંબા સુધી તાજા રાખવા માટે મીઠાની બરણીમાં કાપેલા લીંબુ રાખવાથી લાંબા સમય સુધી તાજાં રહેશે અને સ્વાદ બદલાશે નહિ. તેમજ સુધારેલ લીંબુ ને તાજું રાખવા લીંબુ પર મીઠું ભભરાવી ને રાખવાથી લીંબુ લાંબા સમય સુધી તાજું રહે છે

કાચી કેરીને ઠંડાં પાણીમાં રાખવાથી લાંબા સમય સુધી તાજી રહેશે. પાણી નિયમિત બદલવું, સૂકા કોપરને લાંબો સમય સુધી રાખવાથી ખોરું પડી જે છે સૂકા કોપરાને અડદની દાળ સાથે રાખવાથી બગડશે નહીં.

લીંબુ માંથી વધારે રસ નીકળશે રસ કાઢતા પહેલા આટલું કરો લીંબું વાપરતા પહેલાં એક કલાક પાણીમાં પલાળી રાખવાથી વધુ રસ મળશે.

ગરમીના દિવસોમાં ફ્રીજનું ઠંડું પાણી વારંવાર ન પીતાં માટલાનું ઠંડું પાણી પીવાથી શોષ નહિ પડે. આટલે કે પરસેવો નહીં વળે

ઢોંસા ને વધુ સ્વાદિષ્ટ અને કડક બનાવવા માટે ઢોંસાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ખીરામાં થોડા મેથીના દાણા નાંખી દો. ઢોસાં વધુ સ્વાદિષ્ટ અને કડક બનશે.

છાશમાંથી માખણ કાઢતી વખતે હાથમાં ચોટસે નહીં આટલું કરો છાશમાંથી માખણ કાઢતી વખતે પહેલા હાથમાં આમલીનો થોડો માવો કરી ઘસી લેશો તો માખણ હાથમાં ચૌટશે નહીં.

જો ભાત વધુ પડતાં ચઢી ગયા હોય તો તેમાં થોડું ઠંડું પાણી અને ઘી ઉમેરી થોડી વાર રહેવા દો. ત્યાર બાદ મોટી થાળી કે પ્લેટમાં ભાત કાઢી ઠરવા દો. થોડી જ વારમાં ભાતનો દરેક દાણો છૂટો પડી જશે.

તમારા બાળકે દોરેલ ચિત્ર પર થોડું હેર સ્પ્રે છાંટી દેશો તો ચિત્રના રંગ ઝાંખા નહીં પડે અને ચિત્ર લાંબા સમય સુધી એવું ને એવું રહેશે.

પીળા પડી ગયેલ દાંતને પાછા સફેદ ચમકાવવા માટે આટલું કરો જો દાંત પીળા પડી ગયા હોય તો લીંબુના રસમાં થોડું મીઠું ભેળવી દાંત પર ઘસવાથી તે પાછાં સફેદ, ચમકતાં થઈ જશે.

જો ડિસ્પોઝેબલ સિરીજથી હાથમાં મહેંદી મુકવામાં આવે તો તે ખૂબ જ ઝીણી, સરસ મૂકાશે અને ઝડપથી મૂકાશે.

નાળિયેરને તોડતી વખતે તેને ચારે બાજુથી કુહાડી કે દસ્તાથી થોડું તોડવાથી જડપથી તૂટી જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here