તમારી આજુબાજી વનવગડામાં થતી ઔષધીને ઓળખો અને તેના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણવા ફોટા પર ક્લિક કરો
અખરોટ ખાવાના ફાયદા વિષે જાણો:
અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તાં પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં ખાઈ શકાય. દરરોજ અખરોટ ખાવાથી મગજ સ્વસ્થ તેમજ બીજા અનેક ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો
નીરો શું છે નીરો ક્યાં થાય છે અને નીરો પીવાથી શું ફાયદા થાય છે:
તાજો નીરો ઠંડો, પેશાબ સાફ લાવનાર, રક્તશુદ્ધિકર તથા પૌષ્ટિક છે. એમાંથી બનતી તાડી ભૂખ લગાડનાર, પાચન સુધારનાર, ઉત્તેજક અને પૌષ્ટિક છે. ખૂબ નીરો પીવાથી પરમિયો મટે છે.
નીરો – શિયાળાનું સ્વાસ્થયવર્ધક પીણું પીવાથી થાય છે ગજબના ફાયદા , આ ફાયદા વિષે જાણવું જરૂરી
શીમળો ક્યાં થાય છે અને તેનાથી ક્યાં રોગમાં ફાયદો થાય છે | શીમળો tree | લાલ શીમળો | shimlo | shimlo tree |
શીમળાને તીક્ષણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફૂલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુદર થાય છે જેને મોયરસ કહે છે. શીમળાના ફૂલનું શાક સિંધવ અને ધીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપિત્ત પ્રદર અને કફનો નાશ થાય છે.
(૧) શીમળાનાં સૂકવેલાં મૂળને શેમર મૂસળી કહે છે. આ મૂસળીનું અડધી ચમચી ચૂર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ધી એક ગલાસ દૂધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીધ્રુ સખલનની તકલીફ મટે છે.
(૨) એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતિસાર, સંગ્રહણી અને જૂનો મરડો મટે છે.
(3) શીમળાની છાલનું ચૂર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.
શંખાવલીના આયુર્વેદિક ગુણ અને ઘરે ચૂર્ણ બનાવવાની રીત
શંખાવલી ગુજરાતમાં બધે થાય છે. સમુદ્ર કિનારાની જમીન તેને વધુ અનુકૂળ આવે છે. તેનાં પાંદડાં સોનામુખી જેવાં અને ફૂલો શ્વેત ગુલાબી અને શંખના આકારનાં હોવાથી એને શંખાવલી કહે છે. શંખાવલી બારે માસ લીલી મળી રહે છે. એની ભાજી બનાવીને પણ ખાઈ શકાય. એ ઉત્તમ બુદ્ધિ વધારનાર હોઈ માનસિક રોગો, ગાંડપણ, હતાશા-ડિપ્રેશન, એપીલેપ્સી, વાઈ, ઉન્માદ વગેરેમાં હિતાવહ છે.
માનસીક રોગો માટે ઉત્તમ ઔષધ છે આ શંખાવલી તેના ઉપયોગ એકવાર અચુક વાચજો અને શેર કરજો
(૧) બેથી ત્રણ ચમચી શંખાવલીનો તાજો રસ સવાર-સાંજ પીવાથી ગાંડપણ મટે છે. શંખાવલીના આખા છોડને મૂળ સહિત ઉખેડી સારી રીતે ધોઈ પથ્થર પર લસોટી રસ કાઢવો.
(૨) શંખાવલીનું ચૂર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચૂર્ણ પા ચમચી, ગુલાબના ફૂલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા ચમચી, વરિયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દૂધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગલાસ દૂધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દિવસોમાં યાદશક્તિ વધે છે, ઊઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે.
(3) શંખાવલીનું મૂળ સાથે શરબત બનાવ્યું હોય તો દસ્ત સાફ ઉતરે છે. રોજ શરબત ન બનાવવું હોય તો શંખાવલી ઘૂત એક ચમચી રોજ રાત્રે ચાટી જવું.
આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો
જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો