ઋતુ પ્રમાણે ગરમ અને ઠંડા પદાર્થની તાસીર વિષે. ગરમ કોઠા વારા લોકો ક્યાં ક્યાં પદાર્થ ખાઈ શકે?

દરેકના શરીરની તાસીર ગરમ કે ઠંડી એમ બે પ્રકરની હોય છે તમારા શરીરની તાસીર ગરમ છે કે ઠંડી એ પ્રમાણે પદાર્થ ખાશો તો ક્યારેય બીમાર નહિ પાડો. શરીરની તાસીર ગરમ છે કે ઠંડી

દુધી: આવા જ શાકભાજીઓ માં એક દુધી છે જેમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. દુધીની તાસીર ઠંડી હોય છે જે લોકોનો કોઠો ગરમ હોય તે લોકો માટે દુધી ખુબ ફાયદાકારક છે

તરબૂચની તાસીર: તરબૂચની તાસીર ઠંડી હોય છે. તેથી આ ખાવાથી તમારું પેટ ઠંડુ રહે છે. ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવાથી ખુખુબ ઠંડક મળે છે જે લોકોનો ગરમ કોઠો હોય તેવા લોકો મત તરબૂચ ખુબ ફાયદાકારક નીવળે છે

આ પણ વાંચો: ઉનાળામાં તરબૂચ ખાવાના ફાયદા જાણો અને મિત્રોને શેર કરો

વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

ચીકુની તાસીર: ચીકુની તાસીર કેવી હોય છે તો ચીકુની તાસીર ઠંડી હોય છે. ચીકુમાં વિટામીન-એ અને બી સારી એવી માત્રા માં મળી રહે છે. ચીકુને અંગ્રેજી માં શું કહેવાય? અંગ્રેજી મા ચીકુ ને sapodilla કહેવાય છે. આંખની સમસ્યા માટે ખુબ ફાયદાકારક છે

નારીયેલની તાસીર:નાળીયેર કેલેરીથી ભરપુર હોય છે. તેની તાસીર ઠંડી છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેના નરમ ભાગમાંથી નીકળતા રસ ને નીરો  કહે છે. નારીયેલ લિજ્જતદાર પીણું માનવામાં આવે છે. સુતી વખતે નારીયેલ પાણી પીવાથી સારી નિંદ્રા આવે છે.

બોરની તાસીર: બોરની તાસીર એકદમ ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી કબ્જનો નાશ થાય છે.

જામફળની તાસીર: જામફળની તાસીર ઠંડી હોય છે અને માટે જે લોકોને શરદી કે ઉધરસ હોય તેમણે તેનું સેવન ન કરવું. ઉનાળો હોય કે શિયાળો જામફળ બધી ઋતુમા મળી રહે છે. ઉનાળામાં જે લોકોનું શરીર ગરમ રહેતું હોય તેના માટે ખુબ ફાયદાકારક છે

કેળાની તાસીર | કેલા ગરમ કે ઠંડા: કેળાની તાસીર ઠંડી અને પચવામાં ભારે હોવાથી કફ પ્રકૃતિવાળા અને મંદ પાચનશક્તિવાળા

ટેટી | ટેટી ગરમ કે ઠંડી: સોરાયસીસ માં પણ સક્કરટેટી ખુબ જ અસર કરે છે, સક્રકરટેટીની તાસીર ઠંડી હોય છે. સક્કરટેટી ને પીસીને શરીર પર લગાવવાથી ઝડપ થી ફાયદો થાય છે. ગરમીની મોસમમાં આપણાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા ફાયદાકારક છે. 

સરગવો | સરગવો ગરમ કે ઠંડો: સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે. સરગવાના મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે.

Leave a Comment