શિયાળમાં સૌથી વધુ સર્ચ થયેલ રેસીપી વિષે જાણો તમે કઈ રેસીપી સર્ચ કરી છે જરૂર કમેન્ટ કરજો

0
1983

શિયાળમાં બધા લોકો સંધના દુખાવાથી પરેશાન હોય છે આવી પરિસ્થિતિમાં ગુંદ ખાવો ખુબ આવશ્યક છે જો શિયાળા ગુંદ ખાવામાં આવે તો અનેક દુખાવાથી બચી શકાય છે તો આજે આપણે ગુંદ બનાવવાની અલગ અલગ રેસીપી શીખીશું

રેસીપી ૧ :

ગુંદ પાક બનાવવા જરૂરી સામગ્રી નોંધી લો

  • 1 બાઉલ ગુંદર
  • 1 થી દોઢ વાટકી ગોળ
  • 1 બાઉલ ઘી
  • 2 બાઉલ બદામ, કાજુ, મગજતરી નો પાઉડર

ગુંદ પાક બનાવવાની રીત: સૌપ્રથમ ગુંદરને સાફ કરી તળી લેવો, આને મિક્સરમાં ઝીણો ક્રશ કરી લેવો ગોળને ઝીણો સમારી લેવો, કાજુ બદામ મગજતરી નો ભૂકો કરી લેવો. એક કડાઈમાં ઘી મૂકી ગોળ નાખી ગોળ ઓગળી જાય એટલે દળેલો ગુંદર, દળેલો કાજુ બદામ મગજતરી નો ભૂકો નાખી બરાબર હલાવી લેવું એક મોટી થાળીમાં ઠારી દેવો થોડો ઠંડો પડે એટલે તેના ટુકડા કરી લેવા. તો તૈયાર છે શિયાળામાં શક્તિવર્ધક ગુંદર પાક

રેસીપી ૨:

ગુંદ પાક બનાવવા જરૂરી સામગ્રી નોંધી લો

  • ૧ કપ ઘી
  • ૧ કપ ગુંદર
  • ૧ કપ ગોળ
  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૧ ચમચી મગજતરીના બી
  • ૨ ચમચી ખસખસ
  • ૧ ચમચી પિસ્તાની કતરણ
  • ૧ ચમચી બદામ પાઉડર
  • ૧ ચમચી સુઠ પાઉડર
  • ૧ ચમચી ગંઠોડા પાઉડર

ગુંદ પાક બનાવવાની રીત: એક પેનમાં ઘી ને ગરમ કરી તેમાં થોડો થોડો કરીને ગુંદર શેકી લેવો. તેને એક બાઉલમાં લઇ ઠંડું થવા દો. પછી તેના પર વાટકી મૂકી ક્રશ કરવું.ત્યાર બાદ એ જ લોયામાં પોણી વાટકી ઘી લઇ ઘઉંના લોટને ગોલ્ડન બ્રાઉન શેકી લેવો. સ્ટેપ2પછી તેમાં મગજતરીના બી, સૂંઠ પાઉડર અને ગંઠોળા પાઉડર નાખી મિક્સ કરી લેવું. પછી સૂકું કોપરું અને બદામનો પાઉડર કરી લેવો અને તેને પણ નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ ડ્રાય ખજૂર પાઉડર અને ગુંદ નાખી મિક્સ કરો. સ્ટેપ3બીજા લોયામાં 1 ચમચો ઘી નાખી ગોળ નાખી દેવો. સરખું મેલ્ટ થવા દેવું. પછી ઘઉંનો લોટ ધીમે ધીમે નાખતા જવું અને મિક્સ કરતા જવું. સ્ટેપ4હવે એક થાળીને ઘી વડે ગ્રીસ કરી, બધું મિશ્રણ તેમાં પાથરી દેવું. ઉપર થી ખસખસ અને પીસ્તા નાખી દેવા. થોડી વાર ઠંડું થવા દેવું. પછી ચપ્પુ વડે કાપા કરી લેવા.તો તૈયાર છે ગુંદર પાક.

રેસીપી 3:

ગુંદ પાક બનાવવા જરૂરી સામગ્રી નોંધી લો

  1. 250 ગ્રામ મોળો માવો
  2. 100 ગ્રામ ગુંદ
  3. 250 ગ્રામ જીણો સમારેલો ગોળ
  4. 200 ગ્રામ ઘી
  5. 200 ગ્રામ મિક્સ ડ્રાયફ્રૂટ્સ નો ભૂકો
  6. 100 ગ્રામ ટોપરા નું ખમણ
  7. 10 ગ્રામ ઇલાયચી જાયફળ જાવિંત્રી નો ભૂકો
  8. 1 tbsp મગજતરી ના બીજ
  9. 1 tsp ખસખસ
  10. 10 ગ્રામ કાટલું પાઉડર

ગુંદ પાક બનાવવાની રીત: સૌ પ્રથમ તમારા પસંદ ના મિક્સ ડ્રાયફ્રુટ, ખસખસ, મગજતરી ના બીજ ને પલ્સ મોડ પર સહેજ કરકરું પીસી લો. હવે કડાઈ મા થોડું ઘી લો તેમાં ગુંદ ને ધીમા તાપે તળી લો. ફરી એ જ કડાઈ મા ટોપરા નું ખમણ શેકો. હવે 1 ચમચીઘી મા માવા ને બદામી રંગ નો શેકી લો. બધી જ સામગ્રી ને ધીમા તાપ પર જ શેકવી.હવે ગેસ બન્ધ કરી માવા બાકી ને શેકેલી બધી સામગ્રી ને ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લો. બીજી બાજુ બીજા પેન મા થોડું ઘી લઇ ગોળ નાખી ઓગળે અને થોડા બબલ્સ થાય ત્યાં સુધી ગરમ કરો અને ગુંદ માવા ના શેકેલા મિશ્રણ મા ઉમેરી દો. પછી ઘી થી ગ્રીસ કરેલી થાળી મા પાથરી દો. ઉપર થી ફરી તળેલો ગુંદ અને ડ્રાયફ્રૂટ્સ ની કતરણ થી સજાવો.

રેસીપી ૪:

  1. 200 ગ્રામ ઘી
  2. 1 નાની વાટકી અડદ નો લોટ
  3. 1 વાટકી ગોળ
  4. 50 ગ્રામ ગુંદર
  5. 50 ગ્રામ ટોપરા નું જીણુ છીણ
  6. 5 ચમચી પીસેલા કાજુ બદામ
  7. 2 નાની ચમચી ઈલાયચી

ગુંદ પાક બનાવવાની રીત: પહેલા ઘી મૂકી ગુંદ તળી લઈએ, હવે તેમાંજ બન્ને લોટ એડ કરીએ. હવે ધીમી ફ્લેમ પર ગેસ રાખીને લોટ શેકવા નું ચાલુ રાખીશું. થોડો ગુંદ ફરી એડ કરીશું અને ગુંદ પરપોટા જેવો દેખાશે. હવે ગેસ પરથી ઉતારી લઈએ, થોડું ઠંડુ પડ્યા પછી તેમાં ગોળ એડ કરીએ હવે તેમાં ટોપરા નું છીણ પણ એડ કરીએ. હવે બરાબર મિક્સ થયાં પછી તેને એક ડીશ માં ઘી લગાવી ઢાળી દઈએ. હવે કટર થી ચેક્સ કરીએ. તો રેડી છે શિયાળા માં શક્તિ વધારનારો અને એનર્જી આપતો એવો ગુંદરપાક.

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

આ પણ વાંચો

માર્કેટ જેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીકી બનાવવાની રીત

રસોઈનો સ્વાદ વધારવા અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here