ચોખાના પાપડ, અડદના પાપડ, ખીચીના પાપડ, વરાળીયા પાપડ બનાવવાની રેસીપી

0
1268

આજની આ લેટેસ્ટ જમાના માં દરેક ને પાપડ ખાવા ગમે છે પરંતુ ઘરે પાપડ ની ખીચી બનાવતા નથી આવડતી અથવા તો પાપડ વણતા નથી આવડતા અથવા ખીચી બનાવ્યા વિના તેમજ પાપડ વણ્યા વગર પાપડ બનાવવાની રેસિપી લાવ્યા છી, જે એકદમ સરળ છે અને તમે બનાવીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો, આજે શીખીશું ચોખાના લોટના વરાળિયા પાપડ બનાવવાની રીત

વરાળીયા પાપડ બનાવવા ખીચું બનાવવાની ની માથાકૂટ કર્યા વગર કે વણ્યા વગર ફક્ત 1 કપ ચોખા થી બનાવો 30-40 પાપડ બની જાય છે આ પલ આપડે વરાળે બનાવવાના હય છે

વરાળીયા પાપડ બનાવવા જરૂરી સામગ્રી:

ચોખા નો લોટ 250 gram

1/2 t/s આખું જીરું

સ્વાદમુજબ મીઠું

વરાળીયા પાપડ બનાવવા માટેની રીત: 1) આ પાપડ આપણે વરાળથી બનાવવાના છે તો સ્ટીમર કે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દો. 2) પાપડ માટેના ચોખાના લોટને ચાળી લેવો. ત્યારપછી તેમાં મીઠું ઉમેરો. મેં 250 ગ્રામ લોટ સાથે પોણી ચમચી(મોટી) મીઠું લીધું છે પરંતુ તમે ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો. 3) હવે થોડું થોડું પાણી ઉમેરી પાતળું બેટર તૈયાર કરવાનું છે. હેન્ડ બીટરનો ઉપયોગ કરો જેથી લમ્સ ના રહે. બેટરને આપણે ઢાળી શકીયે તેવી સ્મૂથ પાતળી કન્સીસ્ટન્સી રાખવાની છે.

5) હવે સ્ટીમરની પ્લેટ કે પછી સાદી પ્લેટ જે સ્ટીમરમાં સેટ થઈ શકે તેને તેલથી ગ્રિશીંગ કરી લો અને થોડું બેટર નાખી આખી પ્લેટમાં સ્પ્રેડ કરો. રેગ્યુલર જે પાપડની થીક્નેસ હોય તેના જેટલું કે તેનાથી સહેજ થીક લેયર બને તેટલું જ બેટર એડ કરવું.જો બેટર ઘટ લાગે તો થોડું પાણી ઉમેરી કન્સીસ્ટન્સી એડજસ્ટ કરી શકાય.

6) આ પ્લેટને સ્ટીમરમાં મૂકી લીડ કવર કરી સ્ટીમ થવા દો. પહેલો પાપડ સ્ટીમ થતાં 2 મિનિટ જેટલો સમય લાગશે.

7) 2 મિનિટ પછી ઢાંકણ હટાવી ચેક કરી લો, છરીની મદદથી પાપડની કિનારી ચેક કરતા કિનારી પ્લેટથી અલગ પડેલી જણાશે.તો પ્લેટને બહાર લઈ ચાર પાર્ટમાં ચેકા મારી પ્લેટમાંથી બહાર કાઢી લો. આ જ રીતે બાકીના બેટરમાંથી પાપડ બનાવી લો. હવે પછીના પાપડને સ્ટીમ થતા એક મિનિટ કરતા પણ. 8) હવે આ પાપડને ઘરમાં છાંયડામાં કે પછી તડકામાં સુકવી દો. 9) બરાબર સુકાય પછી સ્ટોર કરી લો અને જયારે પણ પાપડ ખાવાની ઈચ્છા થાય ફ્રાય કરીને સર્વ કરો. સોડા ઉમેર્યા વિના પણ પાપડ સોફ્ટ થશે અને સરસ ફુલશે પણ ખરા.

ખીચીના પાપડ બનાવવા જરૂરી સામગ્રી:

  • ૧ કીલો ઘઉં ને ચોખા નો મિક્ષ લોટ
  • ૧ વાટકી લીલી મરચી ની પેસ્ટ
  • ૧/૨ વાટકી જીરૂ
  • ૨ ચમચી પાપડ ના સોડા
  • ૨ ચમચી તેલ
  • સ્વાદ અનુસાર નમક

ખીચીના પાપડ બનાવવાની રીત: ‘સૌ પ્રથમ (૭૦૦ ઘઉં ને ૩૦૦g ચોખા ને મિક્ષ જ દળાવાના) એક તપેલા મા પાણી ગરમ કરવા મૂકો. ૩૦ મિનિટ સુઘી.ત્યાર બાદ તેમા મરચી ની પેસ્ટ,જીરૂ, ને મીઠું નાખો. હવે ગેસ બંધ કરી તે પાણી મા સોડા નાખી વેલણ ફેરવો.ને ધીમે ધીમે લોટ નાંખતા જાવ ને વેલણ ફેરવતા જાવ. (એક સરખું જ ફરવાનું છે.જેથી તેમા ગાંઠ નો રહે.)ને પછી ૧૫ મિનિટ ઢાંકી ને મૂકી દો હવે તેને એક સરખો કરી નાના લૂઆ કરી ને વચ્ચે કાળું પાડી ને ઢોકળીયા મા બાફવા મૂકો.૧૦ મિનિટ બફાય ગયા બાદ ગરમ ગરમ જ ગ્લાસ ની મદદ થી મસળો. સૂકાય જાય એટલે શેકી ને અથવા તળી ને ખવાય છે પન શેકેલો ખાવા ની મજા આવે છે

અડદના પાપડ બનાવવા જરૂરી સામગ્રી:

  • ૫૦૦ ગ્રામ અડદનો લોટ
  • ૧ ચમચી અધકચરા વાટેલા મરી
  • ૧/૨ ચમચી હિંગ
  • ૧૧/૨ મોટા ગ્લાસ પાણી
  • ૧ ચમચી પાપડખારો
  • ૧ ચમચી મીઠું (ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો)
  • ૫ ચમચી તેલ આશરે લોટ કુણવા માટે અને પાપડ વણવા માટે લગાડવા

અડદના પાપડ બનાવવાની રીત: સૌપ્રથમ અડદ ના લોટ ને ચાળી ને આ રીતે બધો મસાલો તૈયાર કરો ત્યારબાદ લોટ બાંધવા માટેનું પાણી ઉકાળો પાણીની અંદર મીઠું તેમજ ખારો નાખી પાણી ૩થી૪ મિનિટ ઉકાળવું પાણી ઊકળી જાય એટલે તેમને ઠંડું પડવા દો અને ગાળી અને લોટ બાંધવામાં ઉપયોગ કરો આ રીતે થોડો કઠણ લોટ બાંધવો ત્યારબાદ તેને થોડો મસળી અને 1/2કલાક માટે ઢાંકીને રાખી દેવો ત્યારબાદ આ રીતે હાથેથી ખેંચીને ખૂબ જ મસળવો જ્યાં સુધી લોટ નો કલર ફરે ને એકદમ વાઈટ લોટ ના થાય ત્યાં સુધી મસળવું. આ રીતે પાપડ વણવાના પાટલા પહેલા તેલ લગાડો પછી તેના પર પ્લાસ્ટિક રાખો તેના પર પાપડ નુ ગોરણુ રાખો અને ત્યારબાદ તેના પર બીજું પ્લાસ્ટિક રાખી પાપડ વણવા ત્યારબાદ આ રીતે ઘરની અંદર જ સૂકવી દેવા આ રીતે પાપડ વણવાના પાટલા પહેલા તેલ લગાડો પછી તેના પર પ્લાસ્ટિક રાખો તેના પર પાપડ નુ ગોરણુ રાખો અને ત્યારબાદ તેના પર બીજું પ્લાસ્ટિક રાખી પાપડ વણવા ત્યારબાદ આ રીતે ઘરની અંદર જ સૂકવી દેવા. સૂકાઈ જાય પછી આ રીતે બધા ભેગા કરી અને ડબ્બામાં ભરી લેવા જરૂર મુજબ ગેસ પર શેકી શકાય છે

ચોખાના પાપડ બનાવવા જરૂરી સામગ્રી:

  • 1 બાઉલ ચોખા નો લોટ
  • 4-5 નંગ લીલા તીખા મરચા
  • 1/2 ચમચી પાપડીયો ખારો
  • 25 ગ્રામ સાબુદાણા
  • 1 ચમચી વાટેલું જીરું
  • 1/2 ચમચી અજમો
  • સ્વાદ અનુસાર મીઠુ
  • જરૂર મુજબ પાણી

ચોખાના પાપડ બનાવવા માટેની રીત: એક કુકર માં પાણી લો. તેમાં જીરું, અજમો, વાટેલા લીલા મરચા નાખો. તેમાં મીઠુ અને પાપડીયો ખારો નાખી પાણી ઉકળવા દો. હવે તેમાં ચોખા નો લોટ અને સાબુદાણા નાખો. હવે તેને વેલણ ની મદદથી હલાવો. હવે તેને ફરીથી ઢોકળા ની જેમ બાફવા મુકો. પછી તેને કોથળી પહેરી હાથ થી લોટ ને મસલી લો. હવે તેના લુવા તૈયાર કરો. તેને પાપડી ના મશીન માં દબાવી લો. હવે તેને પ્લાસ્ટિક માં બે થી ત્રણ દિવસ તાપ માં મુકો. હવે પાપડી સુકાય જાય એટલે તેને એર ટાઈટ ડબ્બો કે કોઠી માં ભરી લો. તો તૈયાર છે ચોખાના પાપડ. તેને શેકીને પણ ખવાય અને તળી ને પણ ખાઈ શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here