અનાજ બગડતા અટકાવવા માટે અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી. ભરેલા પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સફળતા રહે છે ….. જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે . શાક ની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળીયેર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે .
આલુ પરોઠા બનાવતી વખતે બટાટામાં અથાણાનો થોડો મસાલો નાખવાથી પરોઠાનો સ્વાદ બદલાઈ જશે અને સરસ ટેસ્ટ આવશે. કારેલાનું શાક કડવું ન લાગે તે માટે કારેલા ને સમારીને આખી રાત દહીં માં પલાળી રાખો . ખટાશવાળા ખાધ્ધપદાર્થો માટે ક્યારેય નોનસ્ટીક પેનનો ઉપયોગ ન કરવો તેનાથી પેનનું કોટિંગ ઉખડી જશે. મલાઈમાં એક ચમચ ખાંડ નાખીએ અને તેને ફેટીએતો માખણ વધારે નીકળશે .
ભીંડાને બારીક સમારી ચિપ્સની જેમ તળી એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજ માં મૂકી રાખો તાત્કાલિક શાક બનાવવું હોય તો ઉપયોગી થશે . શાકમાં ગ્રેવી નો રંગ લાલ લાગે તે માટે થોડી કોફી નાખવી .
કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કળવાશ ઓછી થઈ જશે. બટેટાના છીલ્કા/છાલ કાઢી અને તેમાં કાંટાથી (Fork) કાણાં પાડી અને મીઠાંવાળા પાણીમાં બોળી ઉપયોગ કરવાથી દમ આલું સારા બનશે. સુક્કા આદુની છાલ ઉતારવી હોઇતો થોડી વખત (અડધો કલાક ) ઠંડા પાણીમાં રાખવાથી ચાલ ઉતરી જશે.
લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે. ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં લવિંગ ૪-૫ રાખવા. તાવિમાંથી (તવી) ડુંગળીની સુગંધ કાઢવી હોઇ તો કાચું બટાકુ (બટેટા) કાપી તાવીમાં લગાડવું. રોટલીના લોટમાં દહીં નાખવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.
ભીંડા બનાવતી સમયે તેમાં એક ચમચો દહીં નાખવાથી ભીંડા ચોંટશે નહિ. કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોઇતો, મેથીની ભાજીને પેનમાં થોડી ગરમ કરી, ઠંડી કરી ઉપયોગ કારી શકાય. ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા સુઝી થોડી નાખવાથી ઢોકળા પોચા બનશે.
કોથમીર તાઝી રાખવા તેના મૂળિયા પાણીના ગ્લાસમાં બોળી રાખવાથી તે તાઝી રેહશે. સંભારની દાળ બનાવી હોઇતો, તુવેરની દાળ અને ચણાની દાળ સાથે મીઠું અને હળદર નાખીને બાફવી. અથાણું બનાવતી સમયે તેલ ગરમ કારી નાખવું. બેસન / ચણાના લોટના ઢોકળા બનાવવા માટે Fruit salt નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે
કેકમાં Nuts નાખતા પેહલા તેને મેંદામાં બોળી નાખવાથી, તે કેકમાં અલગ અલગ રેહશે, ભેગી નહિ થઈ જાય. લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે. મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે.
નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ જાય. નૂડલ્સણે બાફતી સમયે તેમાં ૨ ચમચી તેલ નાંખવાથી નૂડલ્સ એક બીજાં સાથે ચિપકી નહિ જાય. પનીરને બ્લોટિંગ પેપરમાં લપેટીને ફ્રીઝમાં રાખવાથી તે લાંબો સમય સુધી તાજું રહે છે.
મેથીમાંથી કડવાશ દૂર/ઓછી કરવા, તેમાં મીઠું નાખી અને થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઇ જશે.
આવીજ અવનવી કિચન ટીપ્સ , સૌંદર્ય ટીપ્સ, રસોઈ ટીપ્સ , રસોઈ બનાવવા માટેની રેસીપી તેમજ હેલ્થ ટીપ્સ મેળવવા માટે અત્યારે જ અમારું ફેસબુક પેઝ લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરોજો તમારા કોઈ આર્ટીકલ અમારી સાથે શેર કરવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો
- હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks
- તમે ક્યારેય ન સાંભળી હોય તેવી કિચન ટિપ્સ અને રસોઈ ટીપ્સ
- દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
- તળિયે બેસી ગયેલા ભાતની વાસ દૂર કરવા | કોથમીર ને તાજી રાખવા | ઇડલીના ખીરાની ખટાશ દૂર કરવા | રાયના દાણામાં ભેળસેળ છે કે નહીં |લાદી માં થયેલા સીમેન્ટના ડાઘ દૂર કરવા કિચન ટીપ્સ | kitchen hacks and tips
- અલગ અલગ ચટાકેદાર અને ટેસ્ટી ચટણીની રેસીપી | chatni recipe | spicy chutney | chutney recipe