જો તમે ટામેટાની છાલ કાઠવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો ટામેટાંની માત્ર છાલ કાઢવી હોય તો એની ઉપર ખૂબ ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જશે. જો તમારી ઘરે લાકડાના ફર્નીચરમાં જીવ જંતુ થઇ જતા હોય તો આ કામની ટીપ્સ જરૂર અજમાવજો લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવજંતુ નહીં થાય ,
કાચના વાસણમાં ડાઘ પડ્યા હોય તો બે લિટર ગરમ પાણીમાં થોડાક કોસ્ટિક સોડા નાંખી રાતભર ડાઘાવાળા વાસણમાં રાખી સવારે ચોખ્ખા પાણીથી ધોઈ નાંખવાં. મારબલ ચકચકિત રાખવા પાણીમાં થોડું ઘાસતેલ મેળવી તેમાં કપડું પલાળી નીચોવી લૂછવું , લીંબુના રસમાં મીઠું નાંખીને ઘસવાથી કપડા પર પડેલા ચાના ડાઘ દૂર થાય છે . કાતરની ધાર કાઢવા કાચ પેપરનો ઉપયોગ કરો કાચ પેપર કાતરની ધાર પર ઘસવાથી ધાર આપો આમ તમે ચાકા અને કાતરની ધાર આપી શકો છો.
ટામેટાં , ગાજર , સફરજન , સંતરા વગેરે ખાવાથી મોની દુર્ગંધ દૂર થાય છે . ચાંદીના કોઈ પણ દાગીનાને ફળોની ખટાશથી દૂર રાખવા .તેની ખટાશને કારણે દાગીના લીલા પડી જશે. કસ્ટર્ડમાં ખાંડને બદલે મધ નાંખશો તો એ વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે . કેટલાંક દાગીનામાં લાખનો ઉપયોગ કરેલો હોય છે . આવા દાગીના ગરમ પાણીથી ધોવાથી લાખ પીગળે છે . તેથી તેને ગરમ પાણીથી ન ધોવા
બચેલી બ્રેડના પીસને તળીને સૂપ સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે . ટોસ્ટનું કામ કરે છે . મસાલાને ગેસથી દૂર સૂકી શીશીમાં ભરવા ને હંમેશાં ઢાંકણ પેક રાખવા . મરચાની તીખાશ ઘટાડવા માટે બી કાઢી નાંખવા . રસોડાનો સામાન લેતી વખતે લિસ્ટ બનાવીને જવું . ફેલાવરનું શાક બનાવતી વખતે એમાં વિનિગર એક ચમચો અથવા લીંબુનો રસ નાંખવો .
ફલાવરનો રંગ સફેદ રહેશે . સુધારેલું અડધું લીંબું કડક થઈ જાય તો એના ઉપર માખણ લગાડવાથી નરમ બને છે . અથાણાંમાં કાચું તેલ ભેળવવાને બદલે પહેલા તેલને ધુમાડો નીકળે એટલું ગરમ કરી ત્યાર બાદ ઠંડું પડવા દઈ પછી જ અથાણાંમાં નાંખો , આમ કરવાથી અથાણાંમાં ફૂગ નહીં વળે . જો દહીં ઝડપથી જમાવાનું હોય તો એક વાસણમાં દહીં મેળવી તેને અજમાવી જુઓ
ખીર બનાવતી વખતે દૂધમાં સહેજ કસ્ટર્ડ પાવડર અથવા તો કોર્નફલોરનો પાવડર નાંખવાથી ખીર જાડી અને સ્વાદિષ્ટ બને છે . નૂડલ્સ અથવા ચાઉમીન બનાવતી વખતે ઉકાળેલું પાણી ફેંકવું નહીં. એ પાણી કપડામાં સ્ટીચનું કામ કરશે . બચેલી ઈડલીના નાના – નાના ટુકડા કરી તેલમાં રાઈ , મીઠો લીમડો , ટમાટરના ટુકડા , મરચાના ટુકડા , કાંદા સમારેલા નાંખી ફાય કરી લેવા . ઉપરથી કોથમીર નાંખવી . સ્વાદિષ્ટ નાસ્તો બની જશે . જરાક પાકેલા પીળા ટામેટાને બ્રાઉન કલરના કાગળમાં રાખવાથી જલ્દી પાકે છે . બ્રાઉન કાગળમાં તળેલી ચીજ રાખવાથી તેલ ચુસાઈ જાય છે .
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
Saru chhe