ઉપયોગમાં આવે તેવી ૧૭ કામની ટીપ્સ

0
39351

શિયાળામાં નાક બંધ રહેવાની સમસ્યા વધુ રહેતી હોય છે આમ નાક બંધ રહેવાથી સરખી ઊંઘ થતી નથી આમ નાક ખૂલું રહે અને સરખી ઊંઘ થાય એ માટે ગરમ દિવેલના ચાર ચાર ટીપા નાકમાં નાખવાથી બંધ નાક ખૂલી જશે. તેમજ નિલગીરીનાં ટીપાંનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જશે. તેમજ દિવેલમાં કપૂર નાખી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જાય છે.

સફરજનનો રસ અને કેળાનું સેવન અસ્થમા અટકાવે છે. તેમજ છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા(અતિસાર) પર રાહત રહે છે. બે ચમચી મેંદાની થોડાક કાચા દૂધમાં ઓગાળી પેસ્ટ બનાવી પીઠ પર લગાડો. 10 મિનિટ પછી ધોઈ કાઢો. મેંદો ખભા અને પીઠનો જામેલા મેલને દૂર કરશે.

શું તમે જાણો છે નખમાં સફેદ ડાઘ શેની નિશાની બતાવે છે   નખ પરના સફેદ ડાઘ એ કેલ્શિયમની નહીં પણ પ્રોટીનની ખામીની નિશાની છે. વિનેગરના ઉપયોગથી ફક્ત વજન જ નથી ઘટતું પરંતુ લોહીમાં રહેલી સુગરને રોકવામાં મદદ કરે છે તેમજ અપચાની તકલીફ દૂર થાય છે.

રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ લોટામાં ભરેલું પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરે જેવી અનેક બીમારીમાં રાહત મળે છે.

મેક અપ કરતાં પહેલા  હાથ મોં બરાબર ધોવા અને બીજાનો મેક અપ ઉપયોગમાં લેવો નહીં. મેકઅપ કરતા પહેલા ચહેરો ધોવાથી મેકઅપ સારો ઉઘડે છે. જાવંત્રી પાચનશક્તિમાં વધારો છે, મોઢાને ખુશબુદાર બનાવે છે. તેને માથામાં ચોપડવાથી શરદીથી થતા દુઃખાવામાં રાહત રહે છે.

મોં પરના ખીલના ડાઘ દુર કરવા માટે કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંઢા પરના ડાઘા ઓછા થાય છે. બાળકને ઉધરસ પીછો નથી મુક્તિ અને છાતીમાં કફ જામી ગયો હોય તો આટલું કરો નાગરવેલનાં પાનને બાળકની છાતી ઉપર મૂકી કપડાંના ગોટાનો શેક કરવામાં આવે તો છાતીનો કફ છૂટો પડી જાય છે અને ઉધરસ બેસી જશે. તેમજ હુંફાળું પાણી પીવાથી પણ ઉધરસમાં રાહત રહે છે.

જો તમે નિયમિત વધુ પડતા હેરડાઈ કે હેરડ્રાયરનો ઉપયોગ કરો છો તો ચેતજો જે તમારા  વાળની તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે. બદામ, પિસ્તા, કાજુ અને અખરોટની પેસ્ટમાં થોડું કાચું દૂધ ભેળવી ચહેરા પર હળવેથી મસાજ કરવાથી ચહેરા પરનાં મૃતકોષો દૂર થાય છે. આ પેસ્ટ સારા સ્ક્રબરની ગરજ સારે છે. ગ્લિસરીનમાં લીંબુ નિચોવી ચહેરા પર લગાડી રગડીને કાઢી નાખવું જેથી ત્વચા પરનો મેલ દૂર થી ત્વચા સ્વચ્છ થઈ નિખરી ઉઠશે

છાતીમાં બળતરા થતી હોય તો પા ભાગ પાણીમાં લીંબુ નિચોવીને પીવું જોઈએ. તાત્કાલિક રાહત મળશે. પપૈયાનું નિયમિત સેવન કબજિયાત દૂર કરે છે તેમજ ત્વચા ચમકીલી થાય છે. વાળ પણ મજબૂત બનશે. આમ પપીયું ખાવાના અનેક ફાયદા છે

શિયાળાની સિઝનમાં આમળાનું સેવન કરવાથી વાળ, આંખોની રોશની તેમજ પેટના રોગો  માટે ખુબ ગુણકારી છે. શરીરની દુર્ગંધ દૂર કરવા સ્નાનનાં પાણીમાં બે ચમચા વિનીગર અને એક ચમચો લીંબુનો રસ ઉમેરી સ્નાન કરવું આમ કરવાથી શરીરની દુર્ગંધ દુર થશે અને તમારું શરીર સુવાળું બનશે. તેલ માલિશથી મેદસ્વી વ્યક્તિનો મેદ ઘટે છે અને અતિ દુબળી વ્યક્તિનું શરીર પુષ્ટ બને છે.

આ પણ વાંચો

#helathtips #tipsandtricks #easytricks #hometips #skintips

related પોસ્ટ:

વાસણ સાફ કરવાનું પોતું ખરાબ થઈ ગયું હોય કે ચીકણું થઈ ગયું હોય કે તેમાંથી વાસ આવતી હોય તો આ ઉપાય કરો 

પકોડા કે સમોસાને ક્રિસ્પી બનાવવા માટે

ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે

તાજા નાળિયેરના અડધા ભાગને પીળો થતો અટકાવવા માટે

થેપલા કે પુડલા બનાવતી વખતે ઓછા તેલનો ઉપયોગ થાય એ માટે અપનાવો આ ટીપ્સ

સવારે ઉઠીને સુવો ત્યાં સુધી અપનાવો આ આયુર્વેદ ૧૩ નિયમો

કાપેલા સફરજન ને લાંબા સમય સુધી તાજા રાખવા માટે

મેથીની શાકની કડવાશ હટાવવા માટે અપનાવો આ ટિપ્સ

લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે

મિત્રો કેવી લાગી તમને આ અમારી ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે, બાંધેલો લોટ થોડા સમય બાદ વાસી થઇ જાય છે, પકોડા કે સમોસાને મુલાયમ બનાવવા માટેની કિચન ટીપ્સ  તમે જરૂર આ કિચન ટીપ્સ અજમાવજો અને  તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here