ઉપયોગમાં આવે તેવી ૧૨+ કિચન ટીપ્સ

કેકમાં સુકો મેવો નાખતા પહેલા કેક પર મેંદો ભભરાવવાથી સુકો મેવો નીચે તળિયે નહિ બેસે.

તમે સલાડને ફ્રીજમાં મુક્યા વગર તાજું રાખવા માંગતા હોવ તો તમે સલાડને જે સર્વિંગ બાઉલમાં રાખવાનો હોય તે બાઉલને પહેલાં ‘ચિલ’કરવો એટલે કે બાઉલ પહેલા ફ્રીજમાં મુકવું અને પછી સલાડ તેમાં રાખવાથી લાંબા સમય સુધી સલાડ ક્રિસ્પ અને ફ્રેશ રહે છે.

કપડા પર પડેલ શાહીના ડાઘ દુર કરવા માટે  કપડા પરથી શ્યાહીના ડાઘાદૂર કરવા થોડી ટૂથપેસ્ટ લગાડી ઘસીને ધોઇ નાખવું. આમ કરવાથી કપડા પરથી શાહીના ડાઘ દુર થઈ જશે

રાતના રાજમા કે ચણા પલાળવાનું ભૂલી ગયા હો તો તેને એક કલાક ગરમ પાણીમાં પલાળી રાખવા અને બાફતી વખતે તેમાં બે કાચી સોપારી નાખવાથી ઝડપથી બફાઇ જશે.

ઠંડીમાં ત્વ્ચને કોમલ રાખવા માટે ઠંડીમાં મેંદો અને દૂધની પેસ્ટ ત્વચા પર લગાડવાથી ત્વચા કોમળ થાય છે.

પનીર ખમણતી વખતે ખમણીમાં ચોંટી જાય છે તો પનીરને ખમણતા પહેલાં ખમણી પર તેલનો હાથ ફેરવવાથી પનીર ખમણી પર ચોંટી નહીં જાય.

લીંબુના અથાણામાં કાપેલી ખારેક, આદુ અને કિસમિસ ભેળવવાથી સ્વાદિષ્ટ લાગે છે તેમજ પાચક થાય છે.

શું તમારી પાંપણ સાવ નાની અને આછી છે તો  પાંપણને ઘાટ્ટી બનાવવા રોજ રાતના એરંડિયું લગાડવું. આમ કરવાથી તમારી પાંપણ ઘટ્ટ બનશે

ગુલાબ જાંબુ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે ગુલાબજાબુંના માવામાં એક ચમચા દૂધમાં થોડો સોડા ઘોળી ભેળવીને  ગુલાબજાંબુ બનાવવાથી એકદમ મુલાયમ બને છે.

તુરિયા અને દૂધીની છાલને ફેંકવી નહીં આ ઉપયોગ કરો થોડા તેલમાં તલ, મરચાંના ટુકડા તથી મીઠું નાખી કરકરા કરીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

ઇંડાની સફેદીને ફીણી તેમાં એક મોટો ચમચો સાકર અને અડધો ચમચો કોર્નફ્લોર ભેળવી પેસ્ટ  બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ જાય બાદ હળવેથી ચહેરા પરથી દૂર કરવી અઠવાડિયામાં ત્રણ-ચાર વાર આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.

ચોખામાં જીવાત પડતી અટકાવવા માટે ચોખામાં તમાલપત્ર રાખવાથી જીવાત નહીં પડે. અને ચોખા સારા રહેશે લાંબા સમય સુધી ચોખાને સ્ટોર કરવા આ પ્રયોગ જરૂર કરવો.

વાળમાં ખોળો થઇ જતો હોય તો રાઇ અને મેથીદાણાને વાટી પેસ્ટ બનાવી વાળમાં લગાડવાથી વાળમાંનો ખોડો દૂર થાય છે.

જેલીને મોલ્ડમાંથી વ્યવસ્થિત કાઢવા મોલ્ડને ફ્રિજમાંથી બહાર કાઢી ગરમ પાણીથી ભીંજવેલા કપડામાં લપેટીને બે મિનિટ રાખી મોલ્ડ ઊંધું કરવું. આમ કરવાથી જેલી વિખાશે નહિ આખી જ ભાર નીકળશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles